સૌ. યુનિ. નાં પુર્વ કુલપતિના ખર્ચને ખુદ સરકારી ઓડિટ વિભાગે શંકાના દાયરામાં મૂક્યા?

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2005 થી 2011 સુધી કુલપતિ રહી ચૂકેલ કમલેશ જોશીપુરાએ અનેક ગેરવહીવટ કર્યા છે. આવા આક્ષેપ કોંગ્રેસ વિદ્યાર્થી પાંખના વડા રોહિત રાજપુત દ્વારા કરવામાં આવ્યા છે.તેમના કહેવા મુજબ ઉચ્ચ શિક્ષણ વિભાગના ઓડિટ શાખાએ હિસાબ તપાસતા ગેરરીતી થઈ હોય તેવું પ્રથમ દર્શી લાગી રહ્યું છે.
વિગત મુજબ, યુનિવર્સિટીમાં નિયમ વિરુધ્ધ ભરતીના નામે 4.21 કરોડનો ખર્ચ અમાન્ય. બાંધકામના નામે 4.46 કરોડનો ખોટો ખર્ચ કરાયો. ડ્રગ્સ ઇન્ટર ના નામે 67. 29 લાખનું ઇન્ટિરિયર ગેરકાયદેસર કરાયું. બાંધકામના કોન્ટ્રાક્ટર પાસેથી 90.22 લાખ વસૂલ કરી યુનિવર્સિટીને આર્થિક નુકસાન કર્યું. ઘોડા તબેલાનો 60 લાખ રૂપિયા ખર્ચ બતવ્યો.
કુલ મળીને અંદાજે 10 કરોડથી વધુની ગેરરીતિની રકમ વસૂલવામાં આવી.ઉપરોક્ત તમામ બાબતે રાજ્ય સરકારે આ રકમ તે સમયના કુલપતિ કમલેશ જોષીપુરા પાસેથી વસૂલ કરવી જોઈએ તેવી માગણી કોંગ્રેસ વિદ્યાર્થી અગ્રણી રોહિત રાજપુત કરી રહ્યા છે અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવશે અને જો કોઈ પગલા નહીં લેવાય તો હાઇકોર્ટ અને વિધાનસભામાં આ મુદ્દે રજૂઆત કરશું તેવું જણાવ્યું છે.કમલેશ જોશીપુરાની સામાન્ય છાપ નિયમસર ચાલતા વ્યક્તિની છે. ચૂંટણી સમયે થયેલ આક્ષેપે ચર્ચા જગાવી છે.