મનોરંજન

તાપસી હવે બ્રાઈડલ ડ્રેસમાં જોવા મળી, તસવીરોએ પર મચાવી ધૂમ

મુંબઈ: વિવાસ્પદ નિવેદનોથી ચર્ચામાં રહેનારી બૉલીવુડની અભિનેત્રી તાપસી પન્નુએ તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તાપસી પન્નુ પહેલી વખત જાહેરમાં જોવા મળી હતી. તાજેતરમાં તાપસી પન્નુ દુલ્હનના ગેટઅપમાં જોવા મળી હતી, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી તેમ જ તાપસીનો આ બ્રાઈડલ લૂક લોકોને ખૂબ જ ગમ્યો છે.

ડેન્માર્કના જાણીતા બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે અભિનેત્રી તાપસી પન્નુ લગ્ન બંધનમાં બંધાઈ હતી. જોકે આ માત્ર ચર્ચા હતી, પણ તાપસીએ તેના લગ્નની જાહેરાત કર્યા બાદ તે ફિલ્મ મેકર આનંદ પંડિતની દીકરી એશ્વર્યાના વેડિંગ રિસેપ્શનમાં આવી હતી. આ દરમિયાન તાપસીને ટ્રેડિશનલ લૂકમાં જોઈને લોકો તેના પર આવરી ગયા હતા.

તાપસી પન્નુ છેલ્લા અનેક દિવસોથી તેના લગ્નને લઈને ચર્ચામાં હતી. હાલમાં તાપસી પન્નુના લૂકે સોશિયલ મીડિયા પર લોકોને પોતાની તરફ અકર્ષ્યા છે. તાપસી પન્નુ એશ્વર્યા પંડિતના રિસેપ્શનમાં બ્લેક એન્ડ ગોલ્ડ સ્લીવલેસ બ્લાઉઝ અને લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. આ સાથે તાપસી કપાળે કાળા રંગની નાની બિંદી, કાનમાં ઈયરરિંગ્સ અને હાથમાં લાલ રંગની બંગડીઓ પણ પહેરીને આવી હતી.


તાપસી પન્નુના ટ્રેડિશનલ બ્રાઈડલ લૂકે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ લૂકમાં તાપસીએ લેટેસ્ટ હેર સ્ટાઈલ સાથે વાળમાં ગજરો લગાવ્યો હતો અને ગ્લોસી મેક-અપ સાથે લાલ લિપસ્ટિક અને ગોલ્ડન પર્સમાં તાપસી કમ્પલિટ લૂકમાં આવી હતી. એક દુલ્હનની જેમ સજીને આવેલી તાપસી પન્નુના લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને તે લોકોને પણ ખૂબ જ પસંદ પડી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button