MHT CET પરીક્ષાની તારીખ જાહેર, અહીં જાણી લો ટાઈમટેબલ
મુંબઈ: મહારાષ્ટ્ર હેલ્થ એન્ડ ટેકનિકલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (MHT CET) સેલ દ્વારા MHT CET 2024 પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. MHT CET PCB ગ્રુપની પરીક્ષા 22, 23, 24, 28, 29 અને 30 એપ્રિલ 2024ના રોજ અને MHT CET PCM ગ્રુપની પરીક્ષા 2, 3, 4, 9, 10, 11, 15, 16 અને 17 મે 2024ના રોજ લેવામાં આવવાની છે, એવી નોટિસ MHT CET વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી.
રાજ્યમાં 10માં અને 12માં ધોરણની પરીક્ષા સમાપ્ત થઈ ગઈ છે, જેથી રાજ્યમાં MHT CET અને બીજા કોર્સેસની પણ પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર એએસી સીઇટીની પરીક્ષા 12 મેએ અને મહારાષ્ટ્ર BEd-CET અને મહારાષ્ટ્ર LLBની પરીક્ષા 18 માર્ચે લેવામાં આવવાની છે.
મહારાષ્ટ્ર નર્સિંગ CET પરીક્ષા 24મી અને 25મી મે 2024ના રોજ લેવામાં આવશે અને મહારાષ્ટ્ર BHMCT CET પરીક્ષા 22મી મેના રોજ લેવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર BCA/ BBA/ BMS/ BMS પરીક્ષા 27 થી 29 મે 2024 દરમિયાન લેવામાં આવશે, એવી સત્તાવાર જાહેરાત પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.
આ દરેક પરીક્ષા આપવા માટે ઇચ્છુક ઉમેદવારોએ mahacet.org આ ઓફિશિયલ વેબ સાઇટ પર આ અંગે માહિતી જાહેર કરવામાં આવી છે. આ ઓફિશિયલ વેબસાઇટ પરથી ઇચ્છુક ઉમેદવારો અને પરિક્ષાર્થીઓને પરીક્ષાની દરેક વિગત મળશે, એવું આવાહન કરવામાં આવ્યું છે.