આપણું ગુજરાત

ક્ષત્રિય સમાજનું આંદોલન વેગ પકડતું જાય છે.

રાજકોટ: લોકસભા સીટના રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા ના કાલાવડ રોડ ઉપર લાગેલા બેનરો ઉપર પરસોતમ રૂપાલા ના ચહેરા ઉપર શાહી લગાવવામાં આવી,હાલ આ કૃત્ય પાછળ કોણ છે તે હજી સુધી સામે આવ્યું નથી.

સવારે આ ઘટના ઘટી ત્યાં સાંજે 150 ફૂટ રીંગ રોડ પર રસ્તો જામ થઈ ગયો હતો.રાજકોટ વિધાનસભા 69 ના મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજકોટના ઉમેદવાર પરસોતમ રૂપાલા નો ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરતા ક્ષત્રિય મહિલા અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી થઈ હતી,પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. ભારે સૂત્રોચાર વચ્ચે વાતાવરણ ગરમી પકડી ગયું હતું.

દિવસે દિવસે આંદોલન વેગ પકડતું જાય છે અને પ્રસરતું જાય છે 14 તારીખે રાજકોટ રતનપર ખાતે સમગ્ર ગુજરાત ભરમાંથી ક્ષત્રિય યુવાનો અને મહિલાઓ મહા સંમેલનમાં હાજરી આપવા આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button