મનોરંજન

સલમાનની ઝલક મેળવવાની જીદ ચાહકોને મોંઘી પડી, પોલીસે કર્યો લાઠીચાર્જ

મુંબઈઃ ઈદના તહેવારે બોલીવુડના સ્ટાર સલમાન ખાનની ફિલ્મ અચૂક રિલીઝ થતી હોય છે, પરંતુ આ વખતે ફિલ્મ રિલીઝ થઈ નથી. જોકે, આ વખતે ઈદના દિવસે સલમાન ખાનની ઝલક મેળવવા માટે ચાહકો તેના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભીડની સંખ્યા એટલી બધી ઉમેટી પડી હતી કે પોલીસ પ્રશાસન દ્વારા ચાહકો પર દંડા મારવાની નોબત આવી હતી, જ્યારે તેના વીડિયો પણ વાઈરલ થયા હતા.

સલમાન ખાનના ગેલેક્સી એપોર્ટમેન્ટની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેથી રસ્તા પર વાહનોનો જામ લાગ્યો હતો. સલમાન ખાન લાંબા સમય સુધી બહાર નહીં આવતા ઘરની બહાર લોકોએ હંગામો કરવા લાગ્યા હતા, ત્યાર બાદ પોલીસને ભીડને નિયંત્રિત કરવા માટે એપોર્ટમેન્ટની બહાર લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. વાઈરલ વીડિયોમાં પોલીસ દ્વારા ઉમટી પડેલા યુવાનો પણ લાઠી મારતા જોવા મળ્યા હતા, જેથી લોકોમાં નાસભાગ પણ થઈ હતી. એ વખતે લોકો એકબીજાના ઉપર પણ પડતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. આ અગાઉ સલમાન ખાન, શાહરુખ ખાનના ઘરની બહાર લોકોની સંખ્યા અનિયંત્રિત થઈ જવાને કારણે પણ પોલીસને બળપ્રયોગ કરવાની નોબત આવતી હોય છે.

બોલીવુડના ભાઈજાનથી ઓળખાતા સલમાન ખાન આ વર્ષે ફિલ્મ રિલીઝ કરી નથી, પરંતુ ગઈકાલે જ નવી ફિલ્મની જાહેરાત કરી હતી. સિકંદરના ટાઈટલવાળી ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. પોતાના ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર સલમાન ખાને લખ્યું હતું કે આ ઈદ વખતે થિયેટરમાં બડે મિયાં છોટી મિયાં અને મૈદાન જુઓ અને આગામી ઈદ વખતે સિકંદર સે આકર મિલો. સિકંદર ફિલ્મનું નિર્દેશન મુરુગાદોસ દ્વારા કરવમાં આવશે, જ્યારે આ ફિલ્મ 2025માં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. મુરુગાદોસે આ અગાઉ ગજની, હોલિ ડે એ સોલ્જર ઈઝ નેવર ઓફ ડ્યૂટી બનાવી હતી. સલમાન ખાને છેલ્લે ટાઈગર થ્રીમાં જોવા મળ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત