બોલ્ડ સીન આપીને આ અભિનેત્રી ફસાઈ હતી વિવાદમાં, જાણો શું કહ્યું…
મુંબઈ: અભિનેત્રી કંગના શર્માએ પોતાના કરિયર બાબતે એક મોટો ખુલાસો કર્યો છે. કંગનાએ કહ્યું હતું કે તેના કરિયર દરમિયાન એવો સમય આવ્યો હતો કે તેની અને તેના પરિવારની આખી લાઈફ બદલાઈ ગઈ હતી. 35 વર્ષની અભિનેત્રી કંગના શર્માએ 2019માં એક ઓટીટી પ્લેટફોર્મની વેબ-સિરીઝ માટે ઈન્ટીમેટ/બોલ્ડ સીન આપ્યા હતા. કંગનાની આ વેબ સિરીઝના બોલ્ડ સીનના વીડિયો પંજાબ અને હરિયાણામાં જોરદાર વાઇરલ થયા હતા. કંગનાના બોલ્ડ સીનને લઈને અનેક વિવાદ પણ થયા. જોકે કંગનાએ આ વેબ સિરીઝનું નામ હજુ સુધી લોકોને કહ્યું નથી.
એક ઇન્ટરવ્યૂમાં કંગના શર્માએ તેના એક્ટિંગ કરિયર બાબતે અનેક વાતો લોકોને જણાવી હતી. કંગનાએ કહ્યું હતું કે મારી એક વેબ સિરીઝના બોલ્ડ સીન જોરદાર વાઇરલ થયા હતા. આ બોલ્ડ સીનને લીધે મારી લાઈફમાં હંગામો મચ્યો હતો. વેબ સિરીઝમાં મારા બોલ્ડ સીનને અનેક વખત મને અને મારા પરિવારને શેર કરવામાં આવ્યા હતા. મારા મિત્રો અને મારી બહેનને પણ મારા બોલ્ડ સીનના વીડિયો મળી ગયા હતા ત્યારે મને તેમની સામે મને ખૂબ જ પસ્તાવો થતો હતો.
કંગનાએ આગળ કહ્યું હતું કે જ્યારે મારા બોલ્ડ સીનના વીડિયો મારી બહેનને મળ્યા ત્યારે તેણે આ ક્લિપ મારા માતા-પિતાને આ વીડિયો બતાવ્યા હતા અને ‘કંગના જો શું કરી રહી છે, તે સારી નથી લાગતી, આવું કોણ કરે? એવું કહ્યું હતું. મારા બોલ્ડ સીનને લઈને મારો પરિવાર ખૂબ ભાવુક થઈ ગયો, પણ હું તેનાથી ઘભરાઈ નહીં, જોકે મેં તે પછી ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કર્યું હતું.
આવી ઘટના બાદ મેં કોઈપણ વેબ સિરીઝમાં કામ નથી કર્યું કે કોઈ બોલ્ડ સીન નથી આપ્યા. મારા બોલ્ડ સીનને લીધે મારા પરિવારને લોકએ ટ્રોલ કર્યો હતો. આ પરિસ્થિતિમાંથી મારો પરિવાર કેવી રીતે બહાર આવ્યો એ હું જ જાણું છું, એવું કંગના શર્માએ કહ્યું હતું.