ત્રીજી મુંબઈ વસાવવાના પ્રસ્તાવને 124 ગામના નાગરિકોનો વિરોધ
નવી મુંબઈ: અટલ સેતુના નિર્માણ બાદ નવી મુંબઈના ઉરણ, પેણ અને પનવેલ વિસ્તારના 124 ગામમાં ત્રીજી મુંબઈ વસાવવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના પ્રસ્તાવ સામે સ્થાનિક નાગરિકો તરફથી વિરોધ શરૂ થયો છે. ત્રીજી મુંબઈ આ પ્રકલ્પને 124 ગામમાં 16,843 નાગરિકોએ વિરોધ કરતી અરજી કોકણ ભવનમાં દાખલ કરી છે. તેમ જ 25,000 કરતાં વધુ ખેડૂતોએ પણ ત્રીજી મુંબઈના પ્રકલ્પનો વિરોધ કરતી અરજી દાખલ કરી હતી.
નવી મુંબઈ એરપોર્ટના વિસ્તારમાં આવતા 80 ગામ, ખોપટા નવનગર અધિસૂચિત ક્ષેત્રના 33 ગામ, મુંબઈ પાલિકા ક્ષેત્રમાં બે અને રાયગઢ ક્ષેત્રના નવ આમ કુલ 124 ગામનો સમાવેશ એમએમઆરડીએ હેઠળ કરવામાં આવ્યો છે. જેથી આ 323.44 ચોરસ સ્ક્વેર કિલોમીટર ક્ષેત્રમાં આવતા ગામનો વિકાસ કરવાનું કામ એમએમઆરડીએએ હાથ ધર્યું છે. આ કામકાજ માટે સરકારે ચાર માર્ચે સૂચના જાહેર કરી હતી. જોકે ગામના નાગરિકોએ આ બાબતનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે.
દેશમાં મે મહિનાથી લોકસભાની ચૂંટણી શરૂ થવાની છે, અને ત્રીજી મુંબઈના પ્રસ્તાવને વિરોધ પણ થઈ રહ્યો છે, જેથી આ મુદ્દો ચૂંટણીમાં મહત્ત્વનો સાબિત થશે. ગયા અનેક સમયથી ગામનો વિસ્તાર થયો નથી. સરકારે પહેલા ગામનો વિસ્તાર કરવો અને ગામમાં બાકીની સુવિધાઓ આપવી અને ગામના લોકોએ બાંધેલા ઘરને કાયદેયર જાહેર કરવા અને તે પછી ત્રીજી મુંબઈ માટે વિચાર કરવો એવી માગણી ગામના નાગરિકો કરી રહ્યા છે.
મુંબઈથી જોડાયેલા આ ક્ષેત્રમાં અનેક નાગરિકો પારંપારિક ખેતી મત્સ્ય ઉદ્યોગ કરે છે. સરકાર દ્વારા અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકલ્પો અહી નિર્માણ કરવામાં આવ્યા છે. જોકે અહીના ખેડૂતોનું ઉદરનિર્વાહ કરતી જમીન તેમની પાસેથી જતાં ખેડૂતો સરકારના દરેક આવા પ્રકલ્પનો વિરોધ કરશે અને આ અંગે અદાલતમાં પણ લડાઈ લડશે, એવું ખેડૂત સંગઠનના એક નેતાએ કહ્યું હતું.