નવી દિલ્હીઃ ભારત દ્વારા આયોજિત G20 કોન્ફરન્સની સફળતા સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની રહી છે. દિલ્હી આવેલા 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારતની યજમાનીની પ્રશંસા કરી છે. આ મોટી ઘટનાને સફળ બનાવવામાં દિલ્હી પોલીસે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી પોલીસના આ જવાનોને તેમના શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદી ટૂંક સમયમાં દિલ્હી પોલીસના જવાનો સાથે તેમના સન્માનમાં ડિનર પાર્ટીનું આયોજન કરશે.
G20 સમિટમાં શ્રેષ્ઠ ફરજ બજાવવા બદલ દિલ્હી પોલીસની કામગીરીથી પીએમ મોદી ખુશ છે. તેમણે દિલ્હી પોલીસનેએવો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે જેની એમણે સ્વપ્ને પણ કલ્પના નહીં કરી હોય. G20 સમિટમાં તેમની શ્રેષ્ઠ ફરજ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં દિલ્હી પોલીસના જવાનો સાથે ડિનર પાર્ટીનું આયોજન કરશે. આ ડિનરમાં દિલ્હીના 450 જવાનો પીએમ મોદી સાથે ડિનરમાં હાજરી આપશે. દિલ્હીમાં ભારત દ્વારા આયોજિત G20 સમિટમાં ઉત્કૃષ્ટ કામગીરી કર્યા બાદ દિલ્હી પોલીસના આ જવાનોને આ અદ્ભુત તક મળી છે. પીએમ મોદી આ અઠવાડિયે પોલીસ કર્મચારીઓ સાથે ડિનર કરી શકે છે.
પીએમ મોદીની આ જાહેરાત બાદ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ દિલ્હીના દરેક જિલ્લામાંથી તે પોલીસ કર્મચારીઓના નામ પૂછ્યા છે જેમણે જી-20 સમિટ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં પોતાની સેવાઓ આપી હતી. જો કે, આ ડિનરની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ એમ માનવામાં આવે છે કે પીએમ મોદી આ અઠવાડિયે પોલીસ કર્મચારીઓ સાથે ડિનર કરી શકે છે અને તેમને શ્રેષ્ઠ કામગીરી બજાવવા બદલ અભિનંદન આપી શકે છે.
Taboola Feed