આમચી મુંબઈ

આવકના સ્રોત કરતાં વધુ મિલકત બદલ મેડિકલ ઑફિસર અને નર્સ પત્ની સામે ગુનો

થાણે: આવકના જ્ઞાન સ્રોત કરતાં વધુ મિલકત ધરાવવા બદલ સરકારી હૉસ્પિટલના મેડિકલ ઑફિસર અને તેની નર્સ પત્ની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ જણાવ્યું હતું.

એસીબીના જણાવ્યા મુજબ પનવેલની સબ-ડિવિઝનલ હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. વિજય એકનાથ ગવળી (57) અને પેણની સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતી પત્ની વર્ષા (54) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બન્ને હૉસ્પિટલમાં રાયગઢ જિલ્લામાં આવેલી છે.

સરકારી નોકરી દરમિયાન દંપતીએ તેમના પદનો દુરુપયોગ કરી મિલકત એકઠી કરી હોવાનું અધિકારીનું કહેવું છે. 19 સપ્ટેમ્બર, 2018ના રોજ લાંચ સ્વીકારવા બદલ ડૉક્ટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને પગલે તેમના પરિવારના સભ્યોની જાન્યુઆરી, 2008થી સપ્ટેમ્બર, 2018 દરમિયાનની આવકની તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસમાં અધિકારીઓને જાણવા મળ્યું હતું કે દંપતીએ 1,52,40,530 રૂપિયાની મિલકત પ્રાપ્ત કરી હતી, જે તેમના આવકના જ્ઞાત સ્રોત કરતાં વધુ હોવાનું જણાયું હતું. પરિણામે દંપતી વિરુદ્ધ બુધવારે પેણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું એસીબીનું કહેવું છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button