ઇન્ટરનેશનલસ્પોર્ટસ

કૅનેડામાં ચેસની ટોચની ટૂર્નામેન્ટમાં એક દિવસમાં ત્રણ ભારતીયો છવાઈ ગયા

ટૉરન્ટો: નોર્વેના ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસને કહ્યું છે કે કૅનેડામાં ચાલતી ‘કૅન્ડિડેટ્સ’ નામની મોટી ચેસ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓમાંથી એક પણ પ્લેયર ચૅમ્પિયન બનવાની ક્ષમતા નથી ધરાવતો. કાર્લસનના મતે ઇટાલિયન-અમેરિકન ગ્રૅન્ડમાસ્ટર ફૅબિયાનો કૅરુઆના અને જાપાન-અમેરિકાનો હિકારુ નાકામુરામાંથી કોઈ એક ખેલાડી વિજેતાપદ મેળવી શકે એમ છે.

જોકે 2024ના વર્ષના આ સૌથી મોટી ચેસ સ્પર્ધામાં ભારતના ત્રણ પ્લેયર ડી. ગુકેશ, વિદિત ગુજરાતી અને આર. પ્રજ્ઞાનાનંદ શરૂઆતથી જ ધમાલ મચાવી રહ્યા છે અને કાર્લસન માટે મોટી આંચકાજનક બાબત એ છે કે ભારતનો 17 વર્ષીય ગુકેશ હાલમાં આ ટૂર્નામેન્ટના પૉઇન્ટ્સ-ટેબલમાં સૌથી વધુ ચાર પૉઇન્ટ સાથે મોખરે છે. રશિયાનો ઇયાન નેપૉમ્નીઆત્ચી પણ તેની સાથે આગેવાનીમાં છે. બીજું, કાર્લસન જેને સંભવિત વિજેતા માને છે એ કૅરુઆના અત્યારે ત્રીજા નંબરે છે અને પ્રજ્ઞાનાનંદ તેની સાથે એ સ્થાને છે, જ્યારે વિદિત ગુજરાતી પાંચમા નંબરે છે અને કાર્લસનનો ફેવરિટ પ્લેયર નાકામુરા તેની સાથે એ સ્થાને છે.


બુધવારે ટૉરન્ટોની આ ટૂર્નામેન્ટમાં ભારતના ત્રણેય પ્લેયર છવાઈ ગયા હતા. ગ્રૅન્ડમાસ્ટર પ્રજ્ઞાનાનંદે અઝરબૈજાનના નિજાત અબાસોવને હરાવીને સ્પર્ધાની લગભગ બહાર કરી દીધો હતો.


નાશિકના વિદિત ગુજરાતીએ ફ્રાન્સના ફિરૌઝા અલીરેઝાને પરાસ્ત કરીને તેને પણ સ્પર્ધામાંથી ઑલમોસ્ટ આઉટ કરી દીધો હતો.


ડી. ગુકેશે હિકારુ નાકામુરા સાથેની ગેમ ડ્રૉ કરી હતી. ગુકેશે સફેદ મ્હોરાંથી નાકામુરાને કાબૂમાં રાખ્યો હતો. ગેમની મધ્યમાં જોરદાર હરીફાઈ જામી હતી. બન્ને ખેલાડીએ એકમેકના મ્હોરાંની બાદબાકી કરાવી હતી અને છેલ્લે બન્ને પાસે રુક (હાથી) અને ચાર પાયદળ હતા.


વિદિત ગુજરાતી તેના બેસ્ટ ફૉર્મમાં હતો. તેણે શરૂઆતમાં જ અલીરેઝાને આંચકા આપીને પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. અલીરેઝાએ પ્રારંભમાં એક પછી એક ભૂલ કરી જેનો વિદિતે ફાયદો ઉઠાવ્યો હતો.

ALSO READ : ચેસમાં મોટો અપસેટ: ભારતીય ખેલાડીએ વર્લ્ડ નંબર-થ્રીને હરાવ્યો

કાર્લસન જે ત્રણ ભારતીય ખેલાડીઓને ‘કૅન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ’માં ચૅમ્પિયન બનવાને લાયક નથી ગણતો એ ત્રણેય પ્લેયર છેલ્લા બે વર્ષમાં કાર્લસનને હરાવી ચૂક્યા છે. આ ત્રણ ભારતીયોમાં પ્રજ્ઞાનાનંદ, ડી. ગુકેશ અને વિદિત ગુજરાતીનો સમાવેશ છે. ભારતનો નંબર-વન ખેલાડી અર્જુન એરીગૈસી કૅન્ડિડેટ્સ સ્પર્ધામાં નથી રમી રહ્યો. જોકે ભૂતકાળમાં તે પણ કાર્લસનને પરાસ્ત કરી ચૂક્યો છે.


મહિલા વર્ગમાં પ્રજ્ઞાનાનંદની મોટી બહેન આર. વૈશાલીનો કૅટરીના લૅગ્નો સામે અને કૉનેરુ હમ્પીનો ટિન્ગ્જી લેઇ સામે પરાજય થયો હતો.


છ રાઉન્ડ થઈ ચૂક્યા છે અને હજી બીજા આઠ રાઉન્ડ બાકી છે. આગામી થોડા રાઉન્ડમાં જ ચૅમ્પિયન કોણ બની શકે એનો અંદાજ આવી જશે.

D.Gukesh
R. Pragyananand
Vidit Gujarati
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત