ટોપ ન્યૂઝનેશનલ

..દારૂડિયા ડ્રાઈવરને ચાવી ન આપી હોય તો આઠ બાળકોના જીવ બચી ગયા હોત

નવી દિલ્હીઃ નારનૌલના કનિનામાં ગુરુવારે સવારે એક સ્કૂલ બસ અકસ્માતમાં આઠ બાળકોના મોત થયા હતા. જ્યારે 37 બાળકો ઘાયલ થયા છે. આ કંપારી છૂટે તેવી ઘટના બાદ હવે અમુક વિગતો બહાર આવી છે. અહેવાલો અનુસાર નિયમોની અવગણના કરીને બસ ચલાવવામાં આવી રહી હતી. ડ્રાઈવર દારૂડિયો છે તે જાણવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે તેને બસની ચાવી આપી હોતી. આ ઘટના માટે સ્કૂલ મેનેજમેન્ટ અને આરટીઓ પણ જવાબદાર છે. બાળકો માટેની સ્કૂલ બસનો ડ્રાઈવર ધર્મેન્દ્ર નશામાં હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. જ્યારે જીએલ પબ્લિક સ્કૂલ કનિનાના મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને ખબર હતી કે ડ્રાઈવર દારૂ પીવાની લત ધરાવતો હતો. આ પછી પણ બસની ચાવીઓ સોંપવામાં આવી હતી.

આ ઘટના અંગે એક એવી જાણકારી મળી છે કે આ અકસ્માત ગુરુવારે સવારે લગભગ 8.30 વાગ્યે થયો હતો. ધનૌડા અને ઝાડલી ગામમાંથી બાળકોને ઉપાડતા પહેલા ડ્રાઈવર ખેડી ગામ પહોંચી ગયો હતો ત્યારે ગ્રામજનો અશોક અને સુનિલે જણાવ્યું કે ડ્રાઈવર બરાબર વાત પણ કરી શકતો ન હતો. કેટલાક યુવકોએ તેની પાસેથી ચાવી પણ છીનવી લીધી હતી. જોકે ધર્મેન્દ્રએ નોકરી જવાની રોકકડ કરતા ગ્રામજનોએ ચાવી પાછી આપી હતી. સૌથી પહેલા સ્કૂલ મેનેજમેન્ટે અને તે બાદ આ યુવાનોએ તેને બસ ચલાવવા ન દીધી હોત તો આઠ માસૂમોનો જીવ ગયો ન હો.

હાલમાં સ્કૂલ મેનેજમેન્ટ જવાબ આપી રહ્યું નથી અને અધિકારીઓ પણ ચૂપ છે ત્યારે જેમણે પોતાના સંતાનો ગુમાવ્યા છે તે માતા-પિતા અને પરિવારોનું આક્રંદ જવાબદાર એજન્સીઓને જગાડે તેવી આશા માત્ર રાખી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button