ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં રુપાલાને સાથે રાખીને પ્રચાર પૂરજોશમાં
લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટ શહેરના ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.એક બાજુ ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલા નો વિરોધ કરી રહ્યો છે.અને ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે.ત્યારે બીજી બાજુ “ભાજપ છે મક્કમ પરસોતમ રૂપાલા સાથે અડીખમ” ના નારા સાથે ભાજપના આગેવાનો પરસોતમ રૂપાલા ને સાથે રાખી શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.
ALSO READ : રાજકોટ સીટ પર પુરૂષોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા પરેશ ધાનાણી થયા તૈયાર
આજે રંગીલા રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા રાજકોટના સાંસદ મોહન કુંડારીયા તથા ભાજપના આગેવાનો સાથે ઢોલ નગારા સાથે લોક પ્રચારમાં પુરુષોત્તમભાઈ રૂપાલા અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં ભાજપ એ એ પ્રચાર કાર્ય સમગ્ર રાજકોટમાં બે વાર પૂર્ણ કરી દીધું છે જ્યારે કોંગ્રેસ હજુ ઉમેદવાર કોણ હશે તેની અવઢવમાં છે અથવા તો કોઈ જુદી ગણતરી મા રાચી રહ્યું છે.
ક્ષત્રિય લોબી મહાસંમેલનની તૈયારીમાં હોય અથવા તો ક્યાંક આગેવાનો સમાધાનની વાતમાં આવી અને આંદોલનને સમાધાન માર્ગે બનાવવાની ફી તરફમાં હોય તેવું લાગે છે.