Gujarat Boardની પરીક્ષાઓના પરિણામનું આ છે લેટેસ્ટ અપડેટ
અમદાવાદઃ ગુજરાત બોર્ડની દસમા અને બારમાની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ માટે ખાસ અપટેડ છે. બન્ને પરીક્ષાઓના પેપર ચેકિંગનું કામ 10 એપ્રિલ સુધી પૂરું કરવાનું હતું, જે થઈ ગયું છે અને હવે વિદ્યાર્થીઓના પરિણામો જાહેર કરવાની તૈયારી બોર્ડ કરી રહ્યું છે.
બોર્ડના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીના પેપર ચેકિંગનું કામ પૂરું થઈ ગયું છે. આ વર્ષે ચૂંટણીના કારણે બોર્ડની પરીક્ષા વહેલી લેવાઈ હતી. શિક્ષકોએ પણ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેવાનો હોય અને તેમને પણ જવાબદારી સોંપવામાં આવતી હોવાથી તેમ જ વિદ્યાર્થીઓને પણ ચૂંટણીને લીધે તકલીફ ન પડે તે માટે પરીક્ષાઓ વહેલી લેવાઈ હતી. આને લીધે વિદ્યાર્થીઓને એક ફાયદો એ પણ થયો કે તેમણે પ્રમાણમાં ઓછા તાપમાનવાળા વાતાવરણમાં પરીક્ષા આપવા જવાનું થયું. હવે આ વિદ્યાર્થીઓ પરિણામોની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ મહિનાના અંત સુધીમાં પરિણામો આવશે, તેવી માહિતી મળી છે.
ALSO READ : આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 15.20 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, હેલ્પલાઈન નંબર જાહેર
11 માર્ચથી 26 માર્ચ દરમિયાન 10મી અને 12ની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને પરીક્ષાઓમાં 14 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હવે તેઓ તેમના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે ત્યારે લગભગ પંદરેક દિવસમાં તેમની પ્રતીક્ષાનો પણ અંત આવે છે.