આપણું ગુજરાતધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

EID Mubarak: 85 વર્ષના દાદીએ 30-30 રોજા રાખી ઈદની ઉજવણી કરી, સર્વે સમાજ માટે અલ્લાહને કરી બંદગી

રાજકોટ: પવિત્ર રમજાન માસના રોઝાઓ પૂર્ણ થયા બાદ બીજા દિવસે એટલે કે 29 માં દિવસે જો ચાંદ દેખાય જાય તો આગળના 30 માં દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે પરંતુ જો 29 માં દિવસે ચાંદ ન દેખાય તો પુરા 30 રોજાની ઉજવણી કરી 31 માં દિવસે રમજાન ઈદની (EID Mubarak 2024) ઉજવણી કરવામાં આવે છે.

આ રીતે મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાતા એવા રમજાન માસના મહત્વની આ વાત છે જેમાં માત્ર મુસ્લિમ નહીં પણ અન્ય બિન મુસ્લિમ સમુદાયના લોકો પણ રમજાન માસ દરમિયાન રોજા રાખી પોતાના ઈશ્વર અને ખુદાને આસ્થા શ્રદ્ધા સાથે પ્રાર્થના કરતા નજરે પડતા હોય છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રહેતા અને ૮૫ વર્ષના મુસ્લિમ સમુદાયના વૃદ્ધ મહિલાએ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા રમઝાન માસ નિમિત્તે પોતાની ૮૫ વર્ષની ઉંમરે 30 રોજાઓ રાખીને રમઝાન માસની વિશેષ રૂપે ઉજવણી કરી છે.

આ ઉજવણીને લઈને વૃદ્ધ મહિલાએ રાખેલા ૩૦ રોજાઓ સૌ કોઈ માટે પ્રેરણા સ્વરૂપ બાબત બની રહી હોવાનું સામે આવી રહ્યું છે. આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમઝાન માસ દરમિયાન રોઝાઓ રાખે છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ ૮૫ વર્ષની વૃદ્ધ મહિલા ૩૦-૩૦ રોજાઓ રાખે છે અને રમજાન માસ દરમિયાન દુવાઓ કરીને ખુદાની બંદગી કરે છે.

વૃદ્ધ મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયની અંદર ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની કાળજાળ ગરમી અને અંગ દજાળતા તડકાઓ વચ્ચે પણ તેમના પરિવારના 85 વર્ષીય કુલશમબેન ઈબ્રાહિમભાઈ પઠાણ નામના આ વૃદ્ધ મહિલા પોતાની 85 વર્ષની ઉંમરે પણ અડીખમ છે અને છેલ્લા બે વર્ષથી પૂરેપૂરા ૩૦ જેટલા રોજાઓ રાખે છે. આ મહિલા મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા પવિત્ર રમજાન માસની આસ્થા શ્રદ્ધા સાથે ઉજવણી કરી દરેક સમાજ દરેક સમુદાય માટે દુવાઓ અને પ્રાર્થનાઓ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button