આમચી મુંબઈસ્પોર્ટસ

હાર્દિક અને કુણાલ પંડ્યા સાથે તેના સાવકા ભાઈએ છેતરપીંડી કરી! મુંબઈ પોલીસે કરી ધરપકડ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા(Hardik Pandya)ના સાવકા ભાઈ વૈભવ પંડ્યા(Vaibhav Pandya)ની મુંબઈ પોલીસ(Mumbai Police)એ ધરપકડ કરી છે. હાર્દિક અને કૃણાલ પંડ્યા સાથે છેતરપિંડી કરવાના ત્રણ વર્ષ જુના કેસમાં આરોપી વૈભવની મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફિસ વિંગ(EOW)એ ધરપકડ કરી છે. વૈભવ પર આરોપ છે કે તેણે હાર્દિક-કૃણાલ સાથે બિઝનેસ પાર્ટનરશીપમાં લગભગ 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

એક અખબારી અહેવાલ મુજબ વર્ષ 2021 માં, હાર્દિક અને કૃણાલે તેમના સાવકા ભાઈ વૈભવ સાથે મળીને પોલિમરનો બિઝનેસ શરૂ કર્યો. આ કંપનીમાં હાર્દિક અને કૃણાલનો 40-40 ટકા અને વૈભવનો 20 ટકા ભાગ હતો. પાર્ટનરશીપની શરતો અનુસાર, કંપનીનો નફો આ આધારે ત્રણ ભાગમાં વહેંચવાનો હતો. આરોપ મુજબ વૈભવે કંપનીનો નફો પાર્ટનર્સમાં વહેંચવાને બદલે કથિત રીતે અલગ કંપની બનાવી અને તેના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી. જેના કારણે હાર્દિક અને કૃણાલ પંડ્યાને 4.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

હાર્દિક પંડ્યાએ નોંધાવેલી ફરિયાદના આધારે EOWએ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે, તેને 5 વર્ષની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

હાર્દિક અને કુણાલ બંને ભાઈઓ હાલ IPLની 17મી સીઝનમાં વ્યસ્ત છે. હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે, ત્યારે કૃણાલ પંડ્યા લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ છે. હાર્દિક માટે સિઝનની શરૂઆત સારી નથી રહી, કેપ્ટનશિપ ઉપરાંત તેના ફોર્મ પર પણ સવાલો ઉઠ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button