ટોપ ન્યૂઝનેશનલ

અમેઠી-રાયબરેલીથી કોણ ચૂંટણી લડશે? AK એન્ટોનીએ આપ્યા આ સંકેતો, રોબર્ટ વાડ્રાને લઈને કહી આ વાત

લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પ્રચાર વચ્ચે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકો (Rae Bareli and Amethi seats of Uttar Pradesh) ચર્ચામાં છે. કોંગ્રેસે (Congress) હજુ સુધી અહીં પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. આવી સ્થિતિમાં અટકળોનું બજાર ગરમ છે. આ દરમિયાન પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોનીએ (Senior Congress leader AK Antony) મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી (Rahul Gandhi or Priyanka Gandhi) યુપીમાંથી ચૂંટણી લડી શકે છે. એન્ટોનીએ પ્રિયંકાના પતિ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રા અંગે પણ નિવેદન આપ્યું છે.

આપને જણાવી દઈએ કે અમેઠી અને રાયબરેલી લોકસભા સીટો ગાંધી પરિવાર માટે પરંપરાગત રહી છે અને કોંગ્રેસ વર્ષોથી અહીં પ્રભુત્વ ધરાવે છે. જો કે, 2019ની ચૂંટણીમાં અમેઠીનો ગઢ તૂટી પડ્યો અને ભાજપની સ્મૃતિ ઈરાનીએ (Smriti irani) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરાવ્યા. આ વખતે ભાજપે ફરી સ્મૃતિને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે તેના પત્તા નથી ખોલ્યા. હજુ સુધી ભાજપ કે કોંગ્રેસે રાયબરેલીમાં ઉમેદવારો જાહેર કર્યા નથી. આ બંને બેઠકો પર પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થવાનું છે. 26મી એપ્રિલથી 3જી મે દરમિયાન નામાંકન ભરવામાં આવશે.

કોંગ્રેસના સિનિયર નેતા એકે એન્ટોનીએ (Senior Congress leader AK Antony) બુધવારે એક ઈન્ટરવ્યુમાં સંકેત આપ્યો હતો કે રાહુલ ગાંધી અથવા પ્રિયંકા બંનેમાંથી કોઈ એક ઉત્તર પ્રદેશથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. તેમણે કહ્યું, તમે અમેઠી અને રાયબરેલી બેઠકો પર નિર્ણયની રાહ જુઓ. કોઈએ અનુમાન ન કરવું જોઈએ. નેહરુ પરિવારનો એક સભ્ય યુપીમાંથી ચૂંટણી લડશે.

જ્યારે એન્ટોનીને પૂછવામાં આવ્યું કે શું રોબર્ટ વાડ્રા ઉમેદવાર હશે, તો તેમણે સંકેત આપ્યો કે આવું નહીં થાય. પૂર્વ રક્ષા મંત્રીએ કહ્યું કે દેશની ધર્મનિરપેક્ષ પાર્ટીઓને ગાંધી પરિવારમાં પૂરો વિશ્વાસ છે.

અગાઉ, યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ અમેઠી અને રાયબરેલી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં વિલંબ પર કહ્યું હતું કે નામોની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.

પાંડેએ કહ્યું કે, અમેઠી અને રાયબરેલી માત્ર કોંગ્રેસ માટે જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પ્રદેશ માટે મહત્વપૂર્ણ લોકસભા બેઠકો છે. અમે પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વને રાજ્યના લોકો અને પાર્ટી કાર્યકર્તાઓની ભાવનાઓથી માહિતગાર કર્યા છે. પાંડેએ કહ્યું કે, રાજનીતિમાં એક વ્યૂહરચના હોય છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે રણનીતિ અનુસાર નામોની જાહેરાત કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button