આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર, તા. ૧૧-૪-૨૦૨૪ મત્સ્ય જયંતી,
ભારતીય દિનાંક ૨૨, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૩જો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર કૃત્તિકા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૭ સુધી, પછી રોહિણી
ચંદ્ર મેષમાં સવારે ક. ૦૮-૩૯ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૯, સ્ટા. ટા.,
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી :બપોરે ક.૧૪-૦૦,મધ્યરાત્રે ક.૦૧-૪૦(તા.૧૨)
ઓટ: સવારે ક.૭-૧૩,રાત્રે ક.૧૯-૪૯:
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – તૃતીયા. મન્વાદિ, ગૌરી તૃતીયા, ગણગોર( રાજસ્થાન)આંદોલન તૃતીયા, મત્સ્ય જયંતી, અરુંધતી વ્રત, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૨થી , મુસ્લિમ ૧૦મો શવ્વાલ માસારંભ, રમજાન ઈદ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: તર્પણ શ્રાદ્ધ, સૂર્ય પૂજા, અગ્નિ પૂજા, ઉંબરાના વૃક્ષનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, માલ વેચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડ-દેવડ
નવરાત્રિ મહિમા: આજે ચંદ્રઘંટા માતાની પૂજાનો મહિમા છે. જે સર્વ પાપોનો નાશ કરવાવાળી દેવી છે. માના માથા પર અર્ધચંદ્ર ઘંટા આકારમાં બિરાજમાન છે. એટલે મા દૂર્ગાના ત્રીજા સ્વરૂપને ચંદ્રઘંટાના નામથી ઓળખાય છે. મા હંમેશાં પોતાના ભક્તોની રક્ષા માટે તૈયાર રહેતી હોય છે. ચિન્મય અને પરમશક્તિ રૂપે જેની આરાધના થઈ છે તે મા જગદંબામાં કઠોર અને કોમળ બંને ભાવોનું મિશ્રણ ભારોભાર ભરેલું છે.
આચમન: સૂર્ય-બુધ યુતિ દ્રઢ નિશ્ર્ચયી.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-બુધ યુતિ (તા. ૧૨)
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ,વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર