કોઈ વિદેશી બ્રીડના પ્રાણીઓ નહીં, આ અભિનેતાનું પેટ બર્ડ છે આપણી દેશી કાબર

મલાઈકા અરોરાનો કૂતરો, આલિયા ભટ્ટની બિલાડી, તમે કેટલાય સેલેબ્સના પાળતુ પ્રાણી વિશે સાંભળતા હશો અને દરરોજ વીડિયો જોતા હશો. લાખોના ખર્ચે આ સેલિબ્રિટી આવા પ્રાણીઓ ખરીદે છે અને પછી તેની જાળવણી માટે રોજના હજારો ખર્ચે છે. ત્યારે એક એવા સેલિબ્રિટી છે જેમની પેટબર્ડ છે આપણી કાબર.
આ અભિનેતા પણ જોકે એટલા હટ કે જ છે અને લગભગ ત્રણેક દાયકાથી તેઓ ટીવી અને ફિલ્મોમાં અભિનય કરતા આવ્યા છે. તમે તેમને જસ્સીના પિતા તરીકે વધારે સારી રીતે ઓળખો છો. હા, વાત છે અભિનેતા વિરેન્દ્ર સક્સેનાની. તેમણે એક વીડિોય શેર કર્યો છે. જેમાં તેમના ખભ્ભા પર એક કાબર બેસી છે. વિરેન્દ્ર જમી રહ્યા છે અને કાબર જાણે ઘરનું માણસ જ હોય તેમ તેમના ખભ્ભા પર તે આરામથી બેઠી છે.
આપણ વાંચો: રાજકારણમાં પાછા ફરવા અંગે જાણીતા અભિનેતા શેખર સુમનની પ્રતિક્રિયા જાણો
વિરેન્દ્રએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આમાં તેઓ આરામથી બેસીને કંઈક ખાતા જોવા મળે છે. ત્યારે કાબર ક્યારેક તે આ ખભા પર બેસે છે તો ક્યારેક તે કૂદીને બીજા ખભા તરફ આગળ વધે છે. વીરેન્દ્ર અને આ નાનકડા પક્ષીની બોન્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
એક ઈન્સ્ટા યુઝરે સોશિયલ મીડિયા પર આ વીડિયોમાં લખ્યું, સર યે કોઈ બિછદા યાર હૈ અગલે જનમ કા. એકે લખ્યું, પ્રેમનું આ સૌથી શુદ્ધ રૂપ છે. વિરેન્દ્ર છેલ્લે મિશનગંજમાં જોવા મળ્યા હતા.