મનોરંજન

જાણો ‘લિવ-ઈન રિલેશનશિપ’ અંગે ઝીનત અમાને શું આપી સલાહ…

વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી ઝીનત અમાન હિન્દી ફિલ્મ ઉદ્યોગની એક અવ્વલ દરજ્જાની અભિનેત્રી ગણાય છે. ઝીનત અમાન તેના સમયની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં ગણાય છે. આજકાલ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેની પોસ્ટ્સ આજના સમયમાં પણ ચાહકોને ખૂબ જ સંબંધિત લાગે છે.

ઝીનતે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને સંબંધો વિશે સલાહ આપી છે. ઝીનતે તેના પાળેલા શ્વાન સાથેની પોતાની એક તસવીર શેર કરી અને તેમાં આ સલાહનો ઉલ્લેખ કર્યો હતો. ઝીનતે જણાવ્યું હતું કે એક પ્રશંસકે તેની પાસેથી સંબંધની સલાહ માંગી હતી. ઝીનતે એ પણ જણાવ્યું કે જે સલાહ તે તેના ચાહકોને આપી રહી છે તે જ સલાહ તે પોતાના પુત્રોને પણ આપે છે.


આ પણ વાંચો:
ફિલ્મી કલાકારોએ ગુડી પાડવાનું કર્યું સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર તસવીરો વાઈરલ

ઝીનતે તેના પાલતુ શ્વાન લિલી સાથેની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પોસ્ટમાં તેણે લખ્યું , ‘બે તીર, એક પોસ્ટ! પ્રથમ, લોકપ્રિય માંગ પ્રમાણે, આ રહી મારી ડેવિલ લિલી, આજે બપોરે બગીચામાં મજા કરી રહી છે. લિલી એ બોમ્બેની શેરીઓમાંથી બચાવાયેલી દેશી શ્વાન છે. તે મારા પડછાયા જેવી છે અને તેથી જ હું પાલતુ બચાવ અને દત્તક લેવાની ભલામણ કરું છું.

ફેન્સ સાથે રિલેશનશીપની સલાહ શેર કરતા ઝીનતે આગળ લખ્યું હતું કે તમે મને અગાઉ એક પોસ્ટમાં રિલેશનશીપ અંગે પૂછ્યું હતું. એક અંગત અભિપ્રાય શેર કરું છું, જે મેં પહેલા ક્યારેય તમારી સાથે શેર નથી કર્યો. જો તમે રિલેશનશીપમાં છો તો હું તમને એવી સલાહ આપીશ કે લગ્ન પહેલા તમે સાથે રહીને જરૂર જુઓ.

ઝીનતે આગળ લખ્યું હતું કે મેં મારા બંને દીકરાઓને પણ આ જ સલાહ આપી છે, જેઓ લિવ ઇન રિલેશનશીપમાં રહ્યા છે કે રહી રહ્યા છે. જ્યારે બે વ્યક્તિઓ તેમના પરિવારને સાથે લાવે તે પહેલા તેમણે તેમના રિલેશનશીપની અલ્ટિમેટ ટેસ્ટ કરી લેવી જોઇએ.


આ પણ વાંચો:
Happy Birthday: મુંબઈની નાનકડી ચાલમાં રહેતો આ છોકરો ભલભલાને નચાવે છે

ઝીનતે જણાવ્યું હતું કે, ‘કેટલાક કલાક માટે આપણું બેસ્ટ વર્ઝન કોઇને સામે રજૂ કરવું સરળ છે, પણ બાથરૂમ શેર કરવું, ખરાબ મૂડને હેન્ડલ કરવું, દરરોજ ડિનર માટે એક વસ્તુ પર સંમત થવું- લગ્નજીવનમાં આવી નાની નાની બાબતોમાં પણ તકરાર સર્જાય છે. યુગલોએ તપાસ કરવી જોઇએ કે તેઓ આવી બધી મુંઝવણોને પાર કરી શકશે કે નહીં.’

પોતાની પોસ્ટ પૂરી કરતા ઝીનતે લખ્યું હતું કે, ‘હું જાણું છું કે લિવ ઇનને લઇને ઇન્ડિયન સોસાયટી થોડી કડક છે, પણ સોસાયટી તો ઘણી બાબતોમાં આવો કડક અભિગમ ધરાવે છે.’

ઝીનત 70 અને 80ના દાયકાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક હતી. તેણે ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘ડોન’ અને ‘કુરબાની’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે ટૂંક સમયમાં શબાના આઝમી અને અભય દેઓલ સાથે ‘બન ટિક્કી’માં જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button