આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), બુધવાર, તા. ૧૦-૪-૨૦૨૪ચંદ્રદર્શન.
ભારતીય દિનાંક ૨૧, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨લ્મો મારેસ્પંદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨જો, માહે ૧૦મો શવ્વાલ સને ૧૪૪૫
નક્ષત્ર ભરણી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૫ સુધી (તા. ૧૧મી) પછી કૃત્તિકા
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી :બપોરે ક.૧૩-૧૬,મધ્યરાત્રે ક.૦૧-૦૨(તા.૧૧)
ઓટ: સવારે ક.૬-૩૮,રાત્રે ક.૧૯-૦૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – દ્વિતિયા. ચેતી ચાંદ દિન, ચંદ્રદર્શન.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ચૈત્રી બીજનાં ચંદ્ર દર્શનનો મહિમા છે. યમદેવતાનું પૂજન, આમલીનાં ઔષધીય પ્રયોગો,માલ વેચવો, ખેતીવાડી, નવું ધાન્ય ખરિદવું. શ્રીગણેશ – શ્રી લક્ષ્મી પૂજા .
નવરાત્રિ મહિમા: આજે માતા બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજાનો મહિમા છે. શક્તિની ઉપાસના માટે નવરાત્રિના નવ દિવસ ઉપરાંત નિત્ય દૈનિક પ્રાત: પૂજા, સનાનત ધર્મમાં મહિમાવંત છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં નિરાકાર અને સાકાર સ્વરૂપે મા જગદંબાના મહિમાનું ગાન અને સ્તુતિ જોવા મળે છે. નવરાત્રિ પર્વમાં તથા નિત્ય શક્તિની ઉપાસના કરીએ તો તુરંત શક્તિનું પ્રાક્ટય અનુભવાશે. નવરાત્રિ પર્વોમાં શક્તિ ઉપાસનાથી ચંદ્ર-સૂર્ય આદિ ગ્રહ બળ પ્રાપ્ત થાય છે.
આચમન:ચંદ્ર-ગુરુ યુતિ સાધન સંપન્ન, મંગળ-શનિ યુતિ આતરિક અખૂટ શક્તિ, ચંદ્ર-હર્ષલ યુતિ વિચારોમાં અસ્થિરતા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ યુતિ (તા. ૧૧), મંગળ-શનિ યુતિ (તા. ૧૧), ચંદ્ર-હર્ષલ યુતિ (તા. ૧૧)
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.