નવી દિલ્હી: હાર્દિક પંડ્યા જ્યારથી અચાનક જ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ (જીટી) છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં આવી ગયો છે ત્યારથી ખુદ હાર્દિકની ખૂબ ટીકા તો થઈ જ રહી છે, એમઆઇના ભૂતપૂર્વ સુકાની રોહિત શર્માનું નામ અન્ય ટીમો સાથે જોડવામાં આવી રહ્યું છે.
રોહિત ભવિષ્યમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન બની શકે એવો થોડા દિવસ પહેલાં એક અહેવાલ હતો. ભારતના ભૂતપૂર્વ બૅટર અને ચેન્નઈ વતી રમીને ગઈ સીઝનમાં નિવૃત્ત થયેલા અંબાતી રાયુડુએ તાજેતરમાં સંભાવના વ્યક્ત કરી હતી કે 2025ની સાલમાં રોહિત ચેન્નઈની ટીમનું નેતૃત્વ સંભાળતો જોવા મળે તો નવાઈ ન લાગવી જોઈએ.
આ પણ વાંચો : IPL 2024: ધોની બેટિંગમાં આવ્યો ને રસેલને કાન કેમ બંધ કરવા પડ્યા, તસવીરો વાઈરલ
બે દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં રાયુડુને એક પત્રકારે ‘શું રોહિત બેન્ગલૂરુની ટીમમાં જઈ શકે?’ એવું પૂછયું ત્યારે રાયુડુએ જવાબમાં હસતાં કહ્યું, ‘આરસીબીને રોહિતની જરૂર છે કે નહીં એની તો મને ખબર નથી, પણ મને લાગે છે તમને મોટી હેડલાઇન જોઈએ છે એટલે આવો સવાલ પૂછી રહ્યા છો.’
ચેન્નઇની ફરી વાત કરીએ તો ગયા વર્ષે એના ફ્રૅન્ચાઇઝીએ ભૂતકાળમાં ધોનીના સ્થાને રવીન્દ્ર જાડેજાને અજમાવ્યો હતો, પણ ફરી ધોનીને સુકાન સોંપાયું હતું. જોકે આ વખતે ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ ધોનીએ નેતૃત્વની જવાબદારી ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે અને ધોની સંભવત: છેલ્લી આઇપીએલ રમી રહ્યો છે અને તેની હાજરીમાં જ ઋતુરાજને કૅપ્ટન્સીના પાઠ મેદાન પર જ શીખવી રહ્યો છે.
Taboola Feed