નેશનલ

લોકસભા ચૂંટણીઃ લક્ષદ્વીપમાં મહિલા મતદારોની મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવાની માંગ

અગટ્ટી: લક્ષદ્વીપમાં ચૂંટણી અગાઊ મહિલા મતદારોએ એમનાં મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવાની માંગ કરી છે. લક્ષદ્વીપ લોકસભાના મતવિસ્તારમાં મહિલાઓ બહુમતી મતદાતાઓ છે, તેમ છતાં તેઓ તેમના મૂળભૂત મુદ્દાઓ જેમ કે હોસ્પિટલોમાં યોગ્ય સેનિટરી નેપકીન નિકાલની સુવિધાઓ અને સ્ત્રીરોગ નિષ્ણાતોની ગેરહાજરી પર ચાલુ ચૂંટણી પ્રચારમાં ચર્ચા કરવામાં રાજકીય પક્ષો દ્વારા દાખવેલા રસના અભાવને લઈને ચિંતિત છે.

મહિલા સ્વ-સહાયક જૂથની નેતા સલમાથેએ જણાવ્યું હતું કે પક્ષો અમારી માંગણીઓ પર બહુ ઓછું ધ્યાન આપે છે. અમારી પાસે ટાપુઓ પર વપરાયેલી સેનિટરી નેપકિન્સને એકત્ર કરવા અને તેનો નિકાલ કરવા માટે કોઈ મિકેનિઝમ પણ નથી. ઘણા લોકો કાં તો તેને તેમના કમ્પાઉન્ડમાં દાટી દે છે અથવા બાળી નાખે છે.


તેમણે જણાવ્યું હતું કે અત્યંત પર્યાવરણીય રીતે સંવેદનશીલ ટાપુઓમાં પ્લાસ્ટિક બર્નિંગ અને ડમ્પિંગ ગંભીર પર્યાવરણીય સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ મહિલાઓ, જે કુલ મતદારોના ૫૦ ટકા છે, આ માંગણીઓ રાજકીય પક્ષોની પુરુષો-નિયંત્રિત મશીનરી વચ્ચે કરી રહી છે જે મત મેળવવા માટે ટાપુઓને અસર કરતી અન્ય વિવિધ બાબતોને રજૂ કરી રહ્યા છે.

ALSO READ : Budget 2024: લક્ષદ્વીપમાં ટૂરિઝમ ડેવલપમેન્ટ સહિત આ પ્લાન્સ છે મોદી સરકારના

આ મતવિસ્તાર લક્ષદ્વીપ દ્વીપસમૂહના ૧૦ વસવાટવાળા ટાપુઓમાં ફેલાયેલો છે, જેમાં લક્ષદ્વીપના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ ૫૭,૫૭૪ મતદાર છે. આ પૈકી કુલ ૨૮,૪૪૨ મહિલા મતદાર છે.


મહિલા મતદારો ઈચ્છે છે કે તેમની ચિંતાઓને વ્યાપક રાજકીય ચર્ચામાં સામેલ કરવામાં આવે અને તે મુજબ ઉકેલો ઘડવામાં આવે. સામાન્ય રીતે, અને ખાસ કરીને સ્ત્રીઓ માટે, તબીબી સહાય પ્રણાલી, લક્ષદ્વીપ ટાપુઓમાં ખૂબ જ નબળી છે. ઘણી સગર્ભા સ્ત્રીઓને હવે કોઈ તબીબી સહાય નથી, એમ તેઓએ જણાવ્યું હતું. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા લક્ષદ્વીપમાં ૧૯મી એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણીની ઝુંબેશ ચરમસીમાએ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…