ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ રાખો
દિલ્હીમાં જન્મેલા અને અમદાવાદમાં ઉછરેલા વિશ્ર્વસ્તરે ઝળકેલા બિલિયર્ડ્સ ખેલાડીની ઓળખાણ પડી? પ્રોફેશનલ બિલિયર્ડ્સમાં પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા.
અ) વિલ્સન જોન્સ બ) સૌરવ કોઠારી ક) પંકજ અડવાણી ડ) ગીત સેઠી

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો

A B

Peal નિસ્તેજ
Peel બાલદી
Pill છાલ
Pail ઘંટારવ
Pale દવાની ગોળી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘શેઠ અને શઠ એ બેઉ સાથે વ્યવહારમાં બહુ
જાળવવું’ પંક્તિમાં શઠ શબ્દનો અર્થ શું થાય એ
જણાવો.
અ) શેઠાણી બ) સૂંઠ ક) શાહુકાર ડ) લુચ્ચું

માતૃભાષાની મહેક
પુરાણોમાં પર્વત સંબંધી ઘણી કથાઓ છે. તેમાં સૌથી પ્રસિદ્ધ કથા એ છે કે, પહેલાં પર્વતોને પાંખો હતી. અગ્નિપુરાણમાં જણાવ્યું છે કે, એક વખત બધા પર્વત ઊડીને અસુરોના નિવાસસ્થાન સમુદ્ર ઉપર જઈને ઉપદ્રવ કરવા લાગ્યા, જેથી અસુરો અને દેવતાઓને યુદ્ધ થયું. યુદ્ધમાં જળ મેળવવા ઉપરાંત દેવતાઓએ પર્વતોની પાંખો કાપી નાખી અને તેઓને યોગ્ય જગ્યાએ બેસાડી દીધા.

ગુજરાત મોરી મોરી રે
‘કોઈનું જાડું શરીર જોઈને ભય ન પામવો અને પાતળા શરીરની વ્યક્તિ સાથે લડવું નહીં’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ને મત જોઈને લડીઓ જોઈને ડરીઓ દોંગા મત પાતળા

ઈર્શાદ
હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.

શેખાદમ આબુવાલા

માઈન્ડ ગેમ
ગણિતમાં એક પ્રકાર ભૂમિતિનો હોય છે જેના અભ્યાસમાં કંપાસ બોક્સનું મહત્ત્વ હોય છે. આકૃતિના ખૂણા માપવા કે ચોક્કસ આકૃતિના ખૂણા દોરવા વપરાતા સાધનનું નામ જણાવો.
અ) ડિવાઈડર બ) પ્રોટેક્ટર
ક) સેટ સ્ક્વેર ડ) સ્કેલ

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
Bar પ્રતિબંધ
Bare ઉઘાડું
Bear સહન કરવું
Bray ભૂંકવું
Berry ફળ

ગુજરાત મોરી મોરી રે
ધાન ખાવું ધણીનું ગીત ગાવાં વીરાનાં

ઓળખાણ પડી?
રૂડી હાર્ટોનો

માઈન્ડ ગેમ
૯૧ અંશ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આકાંક્ષા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) પ્રતીમા પમાની (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) નીતા દેસાઈ (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) ભારતી બુચ (૧૩) પુષ્પા પટેલ (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) લજીતા ખોના (૧૬) મહેશ સંઘવી (૧૭) ખુશરૂ કાપડિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) જ્યોતી ખાંડવાલા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) નિતીન જે. બજેરીયા (૨૩) વીણા સંપટ (૨૪) દિલીપ પરીખ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) ભાવના કર્વે (૨૮) જગદીશ વલ્લભ ઠક્કર (૨૯) કલ્પના આશર (૩૦) સુનીતા પટવા (૩૧) રજનીકાંત પટવા (૩૨) અંજુ ટોલીયા (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હીના દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) રસીક જુઠાણી (ટોરન્ટો- કેનેડા) (૩૯) પુષ્પા ખોના (૪૦) પ્રવીણ વોરા (૪૧) કિશોર બી. સંઘરાજકા (૪૨) જયવંત પદમશી ચિખલ (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) અબ્દુલ્લા એફ. મુનીમ (૪૫) નયન ગિરીશ મિસ્ત્રી (૪૬) મહેન્દ્ર લોઢાવીયા (૪૭) નિખીલ બંગાળી મિસ્ત્રી (૪૮) એમીષી બંગાળી (૪૯) અલકા વાણી (૫૦) સુરેખ દેસાઈ (૫૧) નંદકિશોર સંજાણવાળા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…