PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે નવરાત્રી અને ગુડી પાડવાની આપી શુભકામના
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દેશવાસીઓને હિન્દુ નવા વર્ષ, ગુડી પાડવા, ઉગાડી, ચૈત્ર નવરાત્રિ સહિત અનેક તહેવારોની શુભેચ્છા પાઠવી હતી.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટમાં લખ્યું હતું કે દેશભરના મારા પરિવારના સભ્યોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે આ નવું વર્ષ દરેક માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યથી ભરેલું રહે.
બીજી પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે દેશના મારા પરિવારના તમામ સભ્યોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શક્તિની ઉપાસનાનો આ મહાપર્વ તમામ લોકો માટે સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને આરોગ્ય લઇને આવે તેવી કામના છે. જય માતાજી નવરાત્રિના પ્રથમ દિવસે વડા પ્રધાને માતા શૈલપુત્રીના ચરણોમાં પ્રણામ કર્યા અને દેશવાસીઓ માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ગુડી પાડવા, ઉગાડી, ચેટી ચાંદ, નવરેહ અને અન્ય તહેવારો પર વિવિધ ભાષાઓમાં શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
ALSO READ : સંદેશખાલીની મહિલાઓ પર અત્યાચાર બાબતે મોદીની ટિપ્પણી પર મમતાએ ટીકા કરી
દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશના તમામ રાજ્યમાં રહેનારા લોકોને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. દેશવાસીઓના સુખદ આરોગ્ય માટે શુભેચ્છા આપી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક્સ પર મણિપુરવાસીઓને પણ શુભેચ્છા પાઠવી હતી, જ્યારે હિંદુ નવા વર્ષ વિક્રમ સંવત 2081ની હાર્દિક શુભકામના આપી હતી. નવા વર્ષમાં તમારા જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને ગૌરવ અપાવે.