આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

ગુડી પડવાની ઉજવણી વખતે મહારાષ્ટ્રના સીએમે આપ્યું મોટું નિવેદન, ચોથી જૂને…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગુડી પાડવાનો તહેવાર મહારાષ્ટ્રના રાજકારણમાં પણ એક નવું ચેતન લઇને આવ્યો અને ઠેર ઠેર રાજકીય પક્ષો દ્વારા રેલીઓ અને સભાઓ યોજીને પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ પોતાના ગઢ થાણેમાં પ્રચાર સભા યોજી હતી અને એ દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરવાની સાથે સાથે મહાયુતિના જીતનો વિશ્ર્વાસ પણ જાહેર કર્યો હતો.

તેમણે ગુડી પાડવાની ખરી ઉજવણી 4 જૂન બાદ કરવામાં આવશે એમ કહી ચૂંટણીમાં મહાયુતિના વિજયનો વિશ્વાસ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે નવા વર્ષની બધાને જ શુભેચ્છા. આ નિમિત્તે બધાને જ સુખ, સમાધાન અને સમૃદ્ધિ મળે તેવી પ્રાથના કરું છું. આજે મહારાષ્ટ્રમાં બધી જ જગ્યાએ પાડવાની શોભાયાત્રા નીકળી રહી છે અને આપણી મરાઠી સંસ્કૃતિ, પરંપરા ટકવી રાખવાનું કામ આ શોભાયાત્રાઓ દ્વારા થાય છે.


આ પણ વાંચો:
મોદીની ટીકા કરનારા પર ભાજપના પ્રદેશપ્રમુખ વરસ્યા, 100 કરોડની ખંડણીની યાદ અપાવી

આ દ્વારા સમાજને એક સંદેશ જાય છે. જોકે આપણે 4 જૂને વિજયના ગુડી પાડવાનો તહેવાર ઉજવીશું. આજના દિવસે પ્રભુ રામે રાવણ ઉપર વિજય મેળવ્યો તે માટે ઉજવીએ છીએ. દેશભરમાં આ જ પ્રકારનો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. 4 જૂનના દિવસે આપણે વિજયના ગુડી પાડવાની ઉજવણી કરીશું.

મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે અઢી વર્ષ બધા જ ઉત્સવો બંધ હતા તેમ કહેતા શિંદેએ જણાવ્યું હતું કે આપણી સરકાર બની તે પહેલાના અઢી વર્ષ બધા જ તહેવારો અને ઉત્સવો જાણે બંધ થઇ ગયા હતા. આપણી સરકાર આવી ત્યાર પછી બધા જ તહેવારોની ઉજવણી પરથી બંધનો ઉઠાવી લેવામાં આવ્યા. લોકો ખુલ્લી હવામાં શ્ર્વાસ લેવા લાગ્યા.


આ પણ વાંચો:
MVAમાં બેઠક વહેંચણીનો મુદ્દો ઉકેલાયો, શિવસેના 21, કોંગ્રેસ 17, NCP 10 બેઠકો પર ચૂંટણી લડશે

તહેવારોની જેમ જ અમે વિકાસ પર લાગેલા પ્રતિબંધ પણ ઉઠાવી લીધા. આ સરકાર સર્વસામાન્ય લોકોની સરકાર છે. પ્રગતિ અને વિકાસના રસ્તા પર કોઇ આડું ઉતરશે તો અમે તેમને આડા કરીને ગુડી પાડવા ઉજવીશું, એમ કહી શિંદેએ વિપક્ષને ચેતવણી આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…