સ્પોર્ટસ

વર્લ્ડ કપની ટીમમાં હાર્દિકના સમાવેશને લઈને ભૂતપૂર્વ સિલેક્ટરે આપ્યું ચોંકાવનારું નિવેદન

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને બરાબર બે મહિના બાકી છે અને એના અઠવાડિયા પહેલાં અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થનારી આ ટૂર્નામેન્ટ માટેની ભારતીય ટીમ અનૌપચારિક રીતે અત્યારથી જ નક્કી કરવામાં આવી રહી હશે ત્યારે ભારતના ભૂતપૂર્વ પેસ બોલર અને ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર વેન્કટેશ પ્રસાદે બધાને ચોંકાવી દે એવું નિવેદન આપ્યું છે.

ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બન્યો ત્યારથી વિવાદના કેન્દ્રમાં રહ્યો છે અને તેને લઈને નાનામાં નાના સમાચારમાં દરેક ક્રિકેટપ્રેમી રસ લે છે, પણ પ્રસાદે તો શૉકિંગ સ્ટેટમેન્ટ આપ્યું છે. પ્રસાદે જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં હાર્દિકને જગ્યા નહીં મળે એવી સંભાવના વ્યક્ત કરી છે.


પ્રસાદે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે, ‘વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં હશે એ જોતાં હાર્દિકને સ્થાન ન પણ મળે. ટીમ મૅનેજમેન્ટમાં અત્યારે સૌથી વધુ ચર્ચા વિકેટકીપર-બૅટરના સમાવેશ વિશે થતી હશે.’

ALSO READ : યે બાતઃ મુંબઈ ઈન્ડિયન્સની જીત પછીનો આ વીડિયો વાઈરલ, રોહિતે એવું કંઈક કર્યું કે

પ્રસાદ અગાઉ સિલેક્શન કમિટીના ટોચના હોદ્દા પર રહ્યો હોવાથી તેના અનુમાનને ગંભીરતાથી લઈ શકાય.
વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. બીસીસીઆઇ એપ્રિલના અંત ભાગમાં સ્ક્વૉડ જાહેર કરશે એવી સંભાવના છે. બધા દેશો પચીસમી મે સુધીમાં ફાઇનલ ટીમની યાદી આઇસીસીને આપી દેશે.


પ્રસાદે એક્સ (ટ્વિટર) પર લખ્યું છે, ‘મને લાગે છે કે સ્પિન બોલિંગ સામે સારી બૅટિંગ કરી શકે એવા બૅટર્સમાં શિવમ દુબેની પસંદગી થઈ શકે. ટી-20 ઇન્ટરનૅશનલનો વિશ્ર્વનો બેસ્ટ બૅટર સૂર્યકુમાર યાદવ તો ટીમમાં હશે જ, અસાધારણ મૅચ-ફિનિશર તરીકે રિન્કુ સિંહ પર કળશ ઢોળાવો જોઈએ. હાલમાં અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્ટરો આઇપીએલમાં રમી રહેલા ભારતની સંભવિત વર્લ્ડ કપ ટીમના ખેલાડીઓના પર્ફોર્મન્સ પર નજર રાખી રહ્યા હશે. મારા માનવા મુજબ કોહલી અને રોહિતની હાજરીમાં માત્ર એક વિકેટકીપર-બૅટરની જગ્યા ખાલી હશે એટલે એ માટે કોની પસંદગી થશે એ જોવું રહ્યું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button