Big Boss પ્રેમીઓ માટે મોટા ન્યૂઝ, OTT પર તારીખથી નવી સિઝન શરૂ
મુંબઈ: દેશના સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘Big Boss OTT-2’ની સફળતા બાદ ચાહકો હવે ત્રીજા સિઝનની રાહ જોઈ રહ્યા છે. જોકે ચાહકો માટે ‘બિગ બૉસ ઓટીટી સિઝન 3’ની રિલીઝ ડેટ અંગે જાહેર કરવામાં આવી છે. ‘બિગ બૉસ ઓટીટી 2’ની જેમ ‘બિગ બૉસ ઓટીટી સિઝન-3’ને પણ બૉલીવુડના ભાઇજન સલમાન ખાન હોસ્ટ કરવાના છે.
‘બિગ બૉસ ઓટીટી સિઝન 3’ને લઈને હમણાંથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ નવી સિઝનમાં કોણ નવો ચહેરો જોવા મળશે એ બાબતે અનેક સમાચાર સામે આવ્યા છે, જોકે બિગ બૉસ ઓટીટી સિઝન 3’ને હવે માત્ર એક જ મહિનો રહી ગયો છે.
આ પણ વાંચો: હોળીના દિવસે ‘Big Boss’ ફેમ અભિનેત્રી થઈ Bold, તસવીરો વાઈરલ…
મીડિયાના અહેવાલ મુજબ 15 મે 2024ના રોજ ‘બિગ બૉસ ઓટીટી’ સ્ટ્રીમ કરવામાં આવે એવી મેકર્સની ઈચ્છા છે. જોકે બિગ બૉસ ઓટીટીને લઈને વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ શોમાં કન્ટેસ્ટન્ટ્સ સાથે વાત કરીને તેમને શોનો ભાગ બનાવવા માટે મેકર્સના પ્રયત્નો ચાલી રહ્યા છે, જેથી આ શોમાં કયા સેલિબ્રિટિઝ જોવા મળશે એ બાબતે કોઈપણ માહિતી સામે આવી નથી.
ટીવી અભિનેત્રી દિલજીત કૌરના બીજા લગ્ન પણ તૂટી જતાં તે ચર્ચામાં છે અને શહેઝાદા ધામી અને પ્રતિક્ષા હોનમુખને પણ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ટીવી સિરિયલમાંથી કાઢવામાં આવતા આ ત્રણ એક્ટર્સ ‘બિગ બૉસ ઓટીટી સિઝન 3’ના સ્પર્ધક બને એવી ચર્ચા છે. તેની સાથે ત્રણેયના નામની ટીવી ઈન્ડસ્ટ્રીમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ત્રણ જણ સાથે અરહાન બહેલ પણ ‘બિગ બૉસ ઓટીટી સિઝન 3’નો હિસ્સો બને એવી ચર્ચા છે.
આ પણ વાંચો: Big Boss ફેમ આ બે સ્ટાર્સને પણ હવે EDનું આવ્યું તેડું, જાણો શું છે મામલો?
બિગ બૉસ ઓટીટીના પહેલા સિઝન કોરોના મહામારી દરમિયાન સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો, જેમાં દિવ્યા અગ્રવાલ વિનર બની હતી અને બીજી સિઝનમાં જાણીતો યુટ્યુબર એલ્વિશ યાદવ વિનર બન્યો હતો. બિગ બૉસ ઓટીટીના પહેલા સિઝનને કરણ જોહરે તો બીજા સિઝનને સલમાને હોસ્ટ કરતાં તેની લોકપ્રિયતા અને ટીઆરપી આસમાને પહોંચી ગઈ છે, જેથી ત્રીજા સિઝનમાં શું નવું જોવા મળશે એ બાબતે લોકોમાં ઉત્સાહ વધ્યો છે.