આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મોદીની ટીકા કરનારા પર ભાજપના પ્રદેશપ્રમુખ વરસ્યા, 100 કરોડની ખંડણીની યાદ અપાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઉનાળો અને ચૂંટણીની મોસમ બંને એકસાથે આવી છે અને બંનેમાં ધીમે ધીમે ગરમાટો વધી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં છે ત્યારે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષ દ્વારા મોદીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એવામાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સાધવામાં આવેલા ટીકાસ્ત્રોનો જવાબ આપવામાં આવ્યો છે.

ઉદ્ધવ ઠાકરે દ્વારા મોદીની કરવામાં આવેલી ટીકાનો જવાબ આપતા ભાજપે તેમના કાળમાં થયેલા કૌભાંડોની યાદ અપાવી હતી. 100 કરોડ રૂપિયાની ખંડણીનો કિસ્સો યાદ કરતા ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ઉદ્ધવ ઠાકરે ઉપર પ્રહાર કર્યા હતા.


આ પણ વાંચો:
“લોકો વચનો અને નિવેદનોથી કંટાળી ગયા છે…”, સચિન પાયલોટના ભાજપ પર પ્રહાર

ભાજપે ઉદ્ધવ ઠાકરે સત્તામાં હતા ત્યારે 100 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં તેમના પ્રધાન અનિલ દેશમુખ જેલમાં ગયા એ યાદ કરતા તેમના પર પ્રહાર કર્યા હતા. ભાજપે કહ્યું હતું કે 100 કરોડ રૂપિયાની ખંડણીની વસૂલાત કરવાનું કોણે શરૂ કર્યું હતું?

મહાભ્રષ્ટાચારી મહાવિકાસ આઘાડી (એમવીએ)એ અઢી વર્ષ રાજ્યમાં લૂંટ ચલાવી હતી. તમારી સરકાર હતી ત્યારે ખંડણી વસૂલ કરનારી ગેંગ કોણ ચલાવતું હતું? ચાર જૂન બાદ ઉદ્ધવ ઠાકરેએ ઘરે બેસીને પોતાનું મનપસંદ કામ કરવું પડશે.


આ પણ વાંચો: …તો શિંદે કેમ્પના સૌથી પહેલા નેતા ભાજપના ચૂંટણી ચિહન પરથી ઈલેક્શન?

રાહુલ ગાંધીને આ વખતે પણ જનતા પાઠ ભણાવશે, તેમ કહી બાવનકુળેએ મોદી પર કરવામાં આવેલી ટીકાનો જવાબ આપ્યો હતો. એન્ટિલિયા પ્રકરણ અને 100 કરોડ રૂપિયાની ખંડણી વસૂલીના કેસમાં તત્કાલિન પ્રધાન અનિલ દેશમુખ, પોલીસ અધિકારી સચીન વાઝે સહિતના લોકો પર પસ્તાળ પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button