Diljit Dosanjh: દિલજીત દોસાંજ પરણેલો છે અને એક દીકરો પણ છે, કોણે કર્યો આવો દાવો?
જાણીતા અભિનેતા અને ગાયક દિલજીત દોસાંજ(Diljit Dosanjh) અંગે ચોંકવનારો દાવો કરવામાં આવ્યો છે. એક અખબારી અહેવાલ મુજબ દિલજીત દોસાંજના મિત્રોએ જણાવ્યું હતું કે દિલજીતે ભારતીય-અમેરિકન મહિલા સાથે લગ્ન કરી લીધા(Diljit Dosanjh is married) છે અને તેને એક પુત્ર પણ છે. ચાહકોમાં દિલજીત ‘બીબા મુંડા'(Beeba munda) તરીકે ઓળખાય છે. દલજીત તાજેતરમાં મુંબઈ કોન્સર્ટ દરમિયાન એડ શીરન સાથે પરફોર્મ કર્યું હતું.
અહેવાલ મુજબ દલજીતના મિત્રોએ જણાવ્યું છે છે કે તેની પત્ની ભારતીય મૂળની અમેરિકન મહિલા છે અને તેમને એક દીકરો છે. દલજીતની પત્નીના માતાપિતા લુધિયાણામાં રહે છે. દલજીતની પત્ની અને દીકરો બંને યુએસ(USA)માં રહે છે.
અગાઉ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા સાથેનીના એક ઈન્ટરવ્યુંમાં દિલજીતે કહ્યું હતું કે તેને ક્યારેય હાર્ટબ્રેકનો અનુભવ કર્યો નથી. તેણે નાની ઉંમરે તેના પરિવારથી દૂર રહેવા વિશે પણ ખુલાસો કર્યો. ઈન્ટરવ્યુ દરમિયાન તેને કહ્યું કે “હું અગિયાર વર્ષનો હતો જ્યારે મેં મારું ઘર છોડી દીધું અને મારા મામાજી સાથે રહેવાનું શરૂ કર્યું.
આપણ વાંચો: રાજકારણમાં પાછા ફરવા અંગે જાણીતા અભિનેતા શેખર સુમનની પ્રતિક્રિયા જાણો
ગામ છોડીને હું શહેરમાં આવ્યો. ત્યાર બાદ હું લુધિયાણા શિફ્ટ થયો. મામાએ મારા માતાપિતાને કહ્યું, ‘દલજીતને મારી સાથે શહેરમાં મોકલો’ અને મારા માતા-પિતાએ કહ્યું ‘હા, તેને લઈ જાવ.’ મારા માતા-પિતાએ મને પૂછ્યું પણ નહોતું… ઉપરાંત, તે સમયે અમારી પાસે મોબાઈલ ફોન નહોતા, મારા માતા-પિતા સાથે ફોન પર વાત કરવા પૈસા ખર્ચવા પડતા હતા. હું મારા પરિવારથી દૂર મોટો થયો.”
દિલજીત અગામી નેટફ્લિક્સ ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં જોવા મળશે. આ ફિલ્મ પંજાબી ગાયક અને તેની પત્નીના જીવનની વાર્તા પર આધારિત છે જેમની નાની ઉંમરે હત્યા કરવામાં આવી હતી. પરિણીતી ચોપરા તેની ગાયિકા-પત્ની અમરજોતની ભુમિકામાં જોવા મળશે.