ચંડીગઢ: ઇન્ડીયાન પ્રીમિયર લીગ(IPL) 2024ની 23મી મેચ પંજાબ કિંગ્સ(PBKS) અને સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) વચ્ચે રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. બંને ટીમો પાસે હાલ 4-4 પોઈન્ટ્સ છે, બંને ટીમ આજની મેચ જીતીને વધુ 2 પોઈન્ટ્સ મેળવીને પોઈન્ટ ટેબલની સ્થિતિમાં સુધારો કરવા પ્રયત્ન કરશે.
IPLના ઈતિહાસ પર નજર કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદનો પંજાબ કિંગ્સ પર દબદબો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 21 મેચ રમાઈ છે, જેમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે 14 અને પંજાબ કિંગ્સે 7 મેચ જીતી છે.
આજે ચંડીગઢના મહારાજા યાદવીન્દ્ર સિંહ સ્ટેડિયમ પર આજે બીજી વખત ટી20 મેચ રમશે. IPL 2024ની શરૂઆતમાં PBKS એ DC સામે આ મેદાન પર પહેલી મેચ રમી હતી જેમાં PBKSએ જીત મેળવી હતી. આ સ્ટેડીયમની પીચ પર ફાસ્ટ બોલરો કરતાં સ્પિનરો વધુ મદદ મળી હતી.
SRH ની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ/નીતીશ રેડ્ડી, અભિષેક શર્મા, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટ કિપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, મયંક માર્કંડે. [ઈમ્પેક્ટ પ્લેયર: જયદેવ ઉનડકટ]
PBKSની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, લિયામ લિવિંગસ્ટોન/સિકંદર રઝા, સેમ કુરાન, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, હર્ષલ પટેલ. [ઈમ્પેક્ટ પ્લેયર: અર્શદીપ સિંહ]