નેશનલમહારાષ્ટ્ર

આજે ગુડીપડવો, પણ મહારાષ્ટ્રીયન નવ વર્ષ રોનક સોના-ચાંદીના ભાવે થોડી ઘટાડી

મરાઠી નવું વર્ષ આજથી શરૂ થઈ રહ્યું છે. નવા વર્ષના દિવસે સોનુ ચાંદી ખરીદવાની પ્રથા છે. નવા વર્ષમાં જ સોના-ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. ચૈત્રની પૂર્વ સંધ્યાએ કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થયો હતો. આ ભાવ વધારાથી ગ્રાહકોને ભારે ફટકો પડ્યો છે અને મરાઠી નવા વર્ષના દિવસે કિંમતી ધાતુઓની ખરીદીની કરવાની ઇચ્છાને લગામ આપવાનો વખત આવ્યો છે. તેમની આ સોના ચાંદી ખરીદવાની આશાઓ પર પાણી ફરી ગયું છે.

એપ્રિલ મહિનામાં સોના અને ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ કીમતી ધાતુઓના ભાવ આકાશને આંબી ગયા છે. સોના અને ચાંદીના ભાવે આટલી મોટી છલાંગ કેવી રીતે લગાવી તેવો સવાલ લોકો કરી રહ્યા છે. જોકે, તેની પાછળ કેટલાક વૈશ્વિક કારણો પણ છે, પરંતુ સૌથી મોટું કારણ ભારતીય રૂપિયાનું અવમૂલ્યન છે. છેલ્લા દસ વર્ષથી ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. તેની અસર સોના ચાંદીના ભાવમાં વધારા પર જોવા મળી રહી છે.


એપ્રિલના પ્રથમ છ દિવસમાં સોનાના ભાવમાં લગભગ 4000 રૂપિયા અને ચાંદીના ભાવમાંલગભગ 7000 રૂપિયાનો ભાવ વધારો થયો છે. ગ્રાહકો માટે આને મોટો ઝટકો માનવામાં આવે છે. એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ સોનામાં જોરદાર તેજી જોવા મળી છે. પહેલી એપ્રિલના રોજ સોનાના ભાવમાં 930 રૂપિયાનો વધારો થયો હતો.

બીજી એપ્રિલે સોનાના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો થયો હતો. ત્રીજી એપ્રિલે સોનાના ભાવમાં 750 નો ભાવ વધારો થયો હતો. ચોથી એપ્રિલે સોનાના ભાવમાં 600 રૂપિયા નો વધારો થયો હતો. પાંચમી એપ્રિલે સોનાના ભાવમાં 450 રૂપિયાનો ઘટાડો થયો હતો.

છઠ્ઠી એપ્રિલે સોનાના ભાવમાં રૂ. 1310 નો વધારો થયો હતો અને આઠમી એપ્રિલે સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો હતો. હાલમાં 22 કેરેટ સોનાના ભાવ 65,800 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત વધીને 71,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે, તો ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે ચાંદીના ભાવ રૂ. 84,500 પ્રતિ કિલો પર આવી ગયા છે.

સોનાચાંદીમાં ભાવવધારાનું મુખ્ય કારણ એ છે કે યુએસ સેન્ટ્રલ બેંક યુએસ ફેડએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. દુનિયામાં બે યુદ્ધ ચાલી રહ્યા છે. તેથી ભૌગોલિક રાજકીય ચિંતાઓ તમામ દેશોને સતાવી રહી છે. ચીને આક્રમક રીતે કિમતી ધાતુની ખરીદી શરૂ કરી છે. દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આ ભાવવધારા પાછળ ભારતીય રૂપિયાનું અવમૂલ્યન મુખ્ય પરિબળ છે. ડોલર સામે રૂપિયો નબળો પડતો હોવાથી કિંમતી ધાતુને ઊંચા દરે ખરીદવી પડે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button