સ્પોર્ટસ

યશ ઠાકુર અને કૃણાલ પંડ્યા સામે ઘૂંટણિયે પડ્યા ગુજરાતના બેટ્સમેન, લખનઊની સતત ત્રીજી જીત

લખનઊ: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની આ સીઝનમાં લખનઊ સુપરજાયન્ટ્સે યશ ઠાકુરની પાંચ વિકેટ અને કૃણાલ પંડ્યાની ત્રણ વિકેટની મદદથી ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. લખનઊના કેપ્ટન કે.એલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિગ કરવાનો નિર્ણય કર્યો હતો અને માર્કસ સ્ટોઈનિસની 43 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રનની ઈનિંગની મદદથી ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન ફટકાર્યા હતા. જવાબમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શને ગુજરાતને સારી શઆત અપાવી હતી અને બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી પરંતુ શુભમનના આઉટ થયા બાદ ટીમની બેટિગ પત્તાના મહેલની જેમ વિખેરાઇ ગઇ હતી અને 18.5 ઓવરમાં ટીમે 130 રન કર્યા હતા.

આ જીત સાથે લખનઊ સુપરજાયન્ટ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે ગુજરાત ટાઈટન્સ ટીમ પાંચ મેચમાં બે જીત અને ત્રણ હાર સાથે ચાર પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.

લખનઊના 164 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. રિદ્ધિમાન સહાના સ્થાને સુદર્શને મેચની શરૂઆત કરી હતી. શુભમન અને સુદર્શને ગુજરાતને એટલી સારી શરૂઆત અપાવી હતી કે એક સમયે ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 54 રન હતો. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પૂરી કરી હતી અને એવું લાગી રહ્યું હતું કે ગુજરાત સરળતાથી લક્ષ્ય હાંસલ કરશે, પરંતુ પાવરપ્લે પૂરો થાય તેના એક બોલ પહેલા યશ ઠાકુરે ગિલને આઉટ કરી ગુજરાતને પહેલો ઝટકો આપ્યો હતો.
ગિલના આઉટ થયા પછી, ગુજરાતનો બેટિગ ઓર્ડર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ટીમ 130 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. એટલે કે ટીમે તેની તમામ 10 વિકેટ માત્ર 76 રનમાં ગુમાવી દીધી હતી.

આ પહેલા ઉમેશ યાદવે પહેલી જ ઓવરમાં ક્વિન્ટન ડી કોકને આઉટ કરીને લખનઊને પહેલો ઝટકો આપ્યો હતો. ડી કોક છ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ઉમેશે તેની આગલી ઓવરમાં દેવદત્ત પડિકલને પણ સસ્તામાં આઉટ કર્યો, જે સાત બોલમાં સાત રન કરીને આઉટ થયો હતો.

રાહુલ અને સ્ટોઇનિસે લખનઊ માટે મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. પરંતુ તેઓએ લાંબા સમય સુધી ગુજરાતના બોલરોને સફળ થવા દીધા નહોતા. બંને બેટ્સમેનો વચ્ચે ત્રીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી થઈ હતી. રાહુલ 31 બોલમાં 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

માર્કસ સ્ટોઈનિસે 40 બોલમાં અડધી સદી ફટકારી હતી. બદોનીએ 11 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 20 રન કર્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી ઉમેશ યાદવ અને દર્શન નલકાંડેએ બે-બે વિકેટ લીધી હતી. ઉ

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker