ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
કોચલાની અંદર સમાયેલા ઈન્ડોનેશિયાના ફળની ઓળખાણ પડી? સ્નેક ફ્રૂટ તરીકે પણ ઓળખાતા ફળને તોડવાથી લસણની કળી જેવો પદાર્થ મળે છે જેમાં મધ જેવી મીઠાશ અને અનાનસ જેવી ખટાશ હોય છે.
અ) RAMBUTAN બ) AKEBI ક) SALAK ડ) KIWI
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
સંધિવા Encephalitis
લકવો Psychosis
મનોવિકારParalysis
મગજનો સોજો Conjunctivitis
નેત્રદાહ Rheumatism
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`વિભાવરી શરમાતી આવી, નવલખ જ્યોતિ પ્રગટાવે’ પંક્તિમાં વિભાવરી શબ્દનો અર્થ જણાવો.
અ) બાવરી બ) તણી ક) રાત્રિ ડ) લલના
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી મમ્પ્સથી પીડાય છે એમ જો કોઈ ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવે તો એ દરદીની તકલીફનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) કાન બ) મગજ ક) ગળું ડ) ઢીંચણ
માતૃભાષાની મહેક
કર છે તો બે અક્ષરી શબ્દ, પણ કેવા વિવિધ અર્થ ધરાવે છે. કર એટલે હાથ, હસ્ત, કાંડાથી નીચેનો હાથનો આંગળીઓવાળો ભાગ. કર એટલે વેરો, લાગો, જકાત. કર નાખનારો જાય, પણ કર ન જાય એટલે એક વાર નાખેલો કર ભાગ્યે જ રદ થાય છે. દેવ દેવીનાં નૈવેદ્ય પણ કર કહેવાય છે. કર કર્યા એટલે નૈવેદ્ય કર્યા એમ કહેવાય છે.
ઈર્શાદ
કોક દિન ઈદ અને કોક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
- મકરંદ દવે માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
7, 20, 59, 176, ——–
અ) 399 બ) 436
ક) 499 ડ) 527
ભાષા વૈભવ
A B
બગાસું Yawn
આળસુ Idle
કંટાળો Boredom
સંતોષી Content
લગાવ Attachment
માઈન્ડ ગેમ
191
ઓળખાણ પડી?
પીચ
ગુજરાત મોરી મોરી રે
યાદશક્તિ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
દરકાર