તરોતાઝા

આપણી લાગણીઓ આપણને જીવનરક્ષક દવાઓ કરતાં પણ વધુ સ્વસ્થ રાખે છે

હેલ્થ વેલ્થ – રેખા દેશરાજ

આપણી લાગણીઓ, આપણા વિચારો ખરેખર ખૂબ જ શક્તિશાળી હોય છે, કારણ કે તે આપણા મગજનો હિસ્સો છે, શરીરનો નહીં. જ્યાં આપણી લાગણીઓ આપણને માનસિક રૂપે પૂર્ણ બનાવે છે, ત્યાં દુનિયાને સમજવા, પરિસ્થિતિઓને સંભાળવા અને જીવન જીવવા અંગેના આપણા દૃષ્ટિકોણને મહત્ત્વપૂર્ણ આકાર આપે છે.


આપણે કેટલા સ્વસ્થ રહીએ છીએ તે આપણી લાગણીઓને આધારે જ નક્કી થાય છે. ઘણી વખત આપણે શારીરિક રીતે સ્વસ્થ હોઈએ છીએ, પરંતુ જો ભાવનાત્મક રીતે નિસ્તેજ હોઈએ તો કંઈપણ સાં નથી લાગતું અને શરીરમાં જરા પણ તાકાત નથી અનુભવાતી. તેથી જ કહેવાય છે કે, આપણી લાગણીઓ આપણને જીવનરક્ષક દવાઓ કરતાં વધુ ઊર્જા આપે છે. એવા અગણિત અભ્યાસો થયા છે જે સાબિત કરે છે કે જ્યારે દર્દી અનુકૂળ લાગણીઓથી ઘેરાયેલો હોય ત્યારે તે ખૂબ ઝડપથી સ્વસ્થ થાય છે. તેથી, સ્વસ્થ રહેવા માટે, આપણા શરીરમાં હંમેશાં સ્વસ્થ લાગણીઓ હોવી જરૂરી છે.


આપણી લાગણીઓ આપણા જીવનને સંગીતમય બનાવી શકે છે અને તેને નરકમાં પણ ફેરવી શકે છે. વાસ્તવમાં, લાગણીઓમાં જીવનશક્તિ હોય છે, તેવી શક્તિ જીવનરક્ષક દવાઓમાં પણ નથી હોતી. તેથી જ ડોક્ટરો અને મનોવૈજ્ઞાનિકો બંને કહે છે કે જો તમારે સાં અને સુખી જીવન જીવવું હોય તો તેના માટે તમારી લાગણીઓને પકડી રાખો. લાગણીઓ કેવળ વારસાગત નથી, કે તે માત્ર આનુવંશિક વારસો નથી. તે સમજ, સંવેદનશીલતા અને ઉછેરથી મળી શકે છે, પ્રાપ્ત થઈ શકે છે. ચાલો જાણીએ કેટલાક મહત્ત્વના તથ્યો દ્વારા કેવી રીતે આપણી લાગણીઓ આપણને જીવનમાં સફળતાના મુકામ સુધી લઈ જાય છે.


જ્યારે આપણે હસીએ છીએ: સાંભળવામાં અતિશયોક્તિ લાગશે, પરંતુ સ્વસ્થ રહેવાની વાત આવે ત્યારે હાસ્ય એ સૌથી અસરકારક ટોનિક છે. હસવાથી આપણા ફેફસાં અને હૃદયની સારી કસરત થાય છે. વધુમાં, હીલિંગ હોર્મોન્સ શરીરમાં ઉત્પન્ન થાય છે. દિલ ખોલીને હસવાથી આપણું બ્લડપ્રેશર લેવલમાં રહે છે. શ્વાસ લેવાનું સરળ બને છે. વ્યક્તિને શાંતિપૂર્ણ ઊંઘ આવે છે અને સ્વાસ્થ્ય પણ સાં રહે છે. હસવાથી આખુ શરીર `કામ એન્ડ કૂલ’ થઈ જાય છે. મિત્રો અને અજાણ્યા લોકો સાથેના સંબંધો સુધરે છે. તેથી હવે બીજી વાર જ્યારે પણ તમે કોઈ બાબતમાં તણાવ અનુભવો, ત્યારે માત્ર સ્મિત કરી જોજો, પછી તણાવ કેવો છૂમંતર થઇ જશે.


જીવનદાયી પ્રેમ: માત્ર કહેવાની વાત નથી, પ્રેમમાં ખરેખર ઘણી શક્તિ હોય છે. તે મૃત્યુના આરે હોય તેવા દર્દીઓને પણ પાછા લાવે છે. એવા તો ઘણા કિસ્સાઓ છે કે કેન્સર સામે લડી રહેલા અને મૃત્યુ તરફ આગળ વધતા દર્દીઓ કોઈના પ્રેમની દોરી પકડીને જીવનના આંગણે ખેંચાઈ ગયા. એવું કહેવાય છે કે જે વ્યક્તિની પત્ની કામ પર જતા સમયે તેને પ્રેમથી વિદા કરે છે તેની આયુ 5 વર્ષ વધી જાય છે.


વિશ્વાસ પર દુનિયા ટકે છે: આશા એટલે કે સકારાત્મકતા એ ગુત્વાકર્ષણ છે, કે જેના આધારે વિશ્વ સ્થિર રહે છે. જો જીવનમાં કોઈ આશા ન હોય તો, આપણે સમય પહેલાં ભલે મર્યા ન હોય, પરંતુ મૃત્યુ પામ્યા હોય તેવા જ બની જઈએ છીએ. જો જીવનમાં આશા ન હોય તો સમય પહેલા આપણે વૃદ્ધ થઈ જઈએ છીએ. આપણે બધાને જીવનમાં તંદુરસ્ત રહેવા માટે એક મહાન હેતુ, એક મોટી આશાની જરૂર હોય છે.


આશા વિના આપણે જીવનમાં ક્યારેય સંઘર્ષ કરી શકતા નથી. કિશોરાવસ્થા દરમિયાન, આપણા બધામાં અપાર ઊર્જા હોય છે કારણ કે આપણે આશાઓ અને કલ્પનાઓથી ભરેલા છીએ. ભલે પછીથી આપણે તેને શેખચિલ્લીના સપનાં ગણીએ, પરંતુ આવી આશાઓ, આવી મહત્વાકાંક્ષાઓ, આવી ઈચ્છાઓ આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે, શક્તિ આપે છે.


હિમ્મતે મર્દા…: એક પ્રસિદ્ધ કહેવત છે, હિમ્મતે મર્દા, મદદે ખુદા. એટલે કે જેનામાં કંઈક કરવાનો આત્મવિશ્વાસ અને વિશ્વાસ હોય, ભગવાન પણ તેની મદદ કરે છે. તેથી, જો તમે જીવનમાં સ્વસ્થ અને ભવિષ્ય માટે ઉત્સાહથી ભરેલા રહેવા માગતા હોવ તો તમારા આત્મવિશ્વાસને ક્યારેય ઘટવા ન દો. જો આપણામાં આત્મવિશ્વાસ ન હોય તો દરેક વ્યક્તિ, પરિવાર, મિત્રો, માતા-પિતા, નોકરીદાતાઓ વગેરે બધા આપણને ધક્કો મારીને આગળ વધી જાય છે. આત્મવિશ્વાસના અભાવે, આપણે એવા નિર્ણયો લઈએ છીએ જે આપણા માટે અનુકૂળ નથી હોતા. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ, ત્યારે આપણે ઘણી બધી બિનજરી વસ્તુઓની ખરીદી કરીએ છીએ કારણ કે આપણમાં તેનો ઇનકાર કરવાનો આત્મવિશ્વાસ નથી હોતો. જો આપણમાં આત્મવિશ્વાસ ન હોય તો આપણે ગમે તેટલી મોંઘી રેસ્ટોરન્ટમાં બેસીએ તો પણ આપણને મનપસંદ સર્વિસ નહીં મળે. આત્મવિશ્વાસ ખરેખર આપણને એ સ્થાન મેળવવામાં મદદ કરે છે, જેની આપણને જરૂર છે, જે આપણું આત્મસન્માન વધારે છે. આત્મવિશ્વાસને કારણે આપણે આપણી ઈચ્છા મુજબ જીવી શકીએ છીએ અને આપણી ઈચ્છા મુજબ કરી શકીએ છીએ, તેથી જીવનમાં સ્વસ્થ અને સફળ થવા માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. આત્મવિશ્વાસની આ લાગણી એ કરી બતાવે છે જે ઘણીવાર મોંઘી દવાઓ પણ નથી કરી શકતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button