તરોતાઝા

કડવા લીમડાનાં પાનનું સેવન કરવાથી ભવિષ્યમાં થનાર બીમારીઓ અટકશે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્ય દાતા
સૂર્ય – મીન રાશિ તા.13 મેષ રાશિમાં રાત્રિએ 09.03 કલાકે
મંગળ – કુંભ રાશિ
બુધ – મીન રાશિમાં વક્રીભ્રમણ
રાત્રિએ 09.32 કલાકે
ગુરુ – મેષ રાશિ
શુક્ર – મીન રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ
રાહુ -મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ – ક્નયા રાશિ વક્રીભ્રમણ

આજથી વાસંતિક નવરાત્રિ
પ્રારંભ થયેલ હોવાથી નવ દિવસ સવાર-સાંજ માતાજીની તસવીર સામે ધૂપ દીપ કરીને ગાયત્રીમંત્ર જાપની એક માળા કરવાથી કથડેલ આરોગ્યમાં સુધારો ચોક્કસ જણાશે.

કડવા લીમડાનાં પાનનું સેવન કરવાથી ભવિષ્યમાં થનાર બીમારીઓ અટકશે. આરોગ્યની વધુ સુખાકારી બજારમાં નમકની ખરીદી ચૈત્ર માસમાં કરશો નહીં. શુક્રવારે સંધ્યા સમયે કુવાસીકા પૂજન અર્ચન ઉત્તમ. અપ્રત્યક્ષ રીતે આશીર્વાદ પ્રાપ્ત થશે. માનસિક રોગોથી પીડિત દર્દીઓએ સંધ્યા સમયે સૂવું નહીં.

(1)મેષ (અ,લ,ઇ):- સપ્તાહની શરૂઆતમાં આંખોમાં બળતરાઓ અનુભવાય. અપૂરતી ઊંઘને કારણે માનસિક થાક લાગે.
ગાયત્રીમંત્રનો મંત્ર જાપ કરશો.

(2)વૃષભ (બ,વ,ઉ):- આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકૂળ રહેશે. કુળદેવીનો ધૂપ દીપ કરશો તથા શુક્રવારે એકટાણું કરશો.

(3)મિથુન (ક,છ,ઘ):- ગડ ગુમડની સમસ્યાઓ ધરાવનારને વધારે સતાવે. માથું દુખવાની સામાન્ય ફરિયાદ જણાય. આઠમના દિવસે માતાજીને લાપસી ભોગ અર્પણ કરશો.

(4)કર્ક (ડ,હ):- કિડની સંબંધિત તકલીફ વર્તાય. યુિરનમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ નકારી શકાતી નથી મહાકાલીને નાળિયેર વધેરવું તથા મંત્ર જાપ કરવા.

(5)સિંહ (મ,ટ):- હૃદય સંબંધિત તકલીફ આવી શકે ગેસ, કબજિયાત ની તકલીફ માં રાહત લાગે. સપ્તાહ ના અંતે પાણીજન્ય રોગથવાની શક્યતાઓ નકારી શકાતી નથી. દરરોજ ચંડીપાઠ કરશો. આ સમયે ગૂગળ નો ધૂપ કરશો.

(6)ક્નયા (પ,ઠ,ણ):- કંઠમાલ રોગ થવાની શક્યતાઓ. એસિડિટી ની તકલીફ વધી શકે. માતાજીના મંદિરે દરરોજ દર્શન કરવા જશો.

(7) તુલા (ર,ત):- વજન ઘટવાની શક્યતાઓ રહેલી છે. મોં માં છાલા પડવાની શક્યતાઓ રહેલી છે. દૈવી ઉપાસના કરશો. જૂની બીમારીઓ ધરાવનારે પુન:દાક્તર બતાવી દવા લેશો.

(8)વૃશ્ચિક (ન,ય): ફેફસાં સંબંધિત તકલીફ આવે. પથરી પીડિત દર્દીઓ કાળજી આવશ્યક. પાણી વધારે પીવું. નવરાત્રિ અનુષ્ઠાન કરશો.

(9)ધન (ભ,ધ,ફ,ઢ):- માનસિક ઉદ્વેગ બી.પી.વધવાથી લાગે. ડાયાબિટીસ પીડિત દર્દીઓને વધી શકે. ગાયત્રી ચાલીસા કે ગાયત્રી શતકના પાઠ કરશો.

(10)મકર (ખ,જ):- શરીરમાંથી દુર્ગંધ આવવાની સંભાવના. તાવ, શરદી સાથે ચક્કર આવી શકે. ઘર કે ઓફિસના નજીકના માતાજીના મંદિરે દરરોજ દર્શન કરશો.

(11)કુંભ (ગ,શ,સ):- વાયુ ચડવાની ફરિયાદ વધે. વધુ પડતી ઊંઘ આવવાથી તબિયત બગાડે.આઠમ ના દિવસે ઉપવાસ કરશો.

(12)મીન (દ,ચ,ઝ,થ): – આ સપ્તાહ આરોગ્ય માટે મધ્યમ રહેશે.સાધારણ માથું કે પગ દુખવાની ફરિયાદ જણાય. ગાયત્રીમંત્ર લેખન કરશો. ગરમી વધવાથી લીબું પાણી પીશો. માટે સમયસર ઊંઘ લેશો. સપ્તાહના અંતે ચામડીને લગતા દર્દ વકરનાં એંધાણ સૂચવે છે. શુદ્ધ ઘી નો દીપક સવાર-સાંજ અવશ્ય કરશો. ગુપ્ત દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button