પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર,
તા. 9-4-2024 ગૂડીપડવો, ચૈત્રી નવરાત્રી પ્રારંભ
ભારતીય દિનાંક 20, માહે ચૈત્ર, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર સુદ1
જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ સુદ1
પારસી શહેનશાહી રોજ 28મો જમીઆદ, માહે 8મો આવાં, સને 1393
પારસી કદમી રોજ 28મો જમીઆદ, માહે 9મો આદર, સને 1393
પારસી ફસલી રોજ 17મો સરોશ, માહે 3જો ખોરદાદ, સને 1393
મુુસ્લિમ રોજ 29મો, માહે 9મો રમજાન, સને 1445
મીસરી રોજ 1લો, માહે 10મો શવ્વાલ સને 1445
નક્ષત્ર રેવતી સવારે ક. 07-31 સુધી,પછી અશ્વિની મધ્યરાત્રિ પછી ક. 29-05 સુધી (તા. 10) પછી ભરણી,ચંદ્ર મીનમાં સવારે ક. 07-31 સુધી, પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 27, અમદાવાદ ક. 06 મિ. 24, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 52, અમદાવાદ ક. 18 મિ. 58, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી :બપોરે ક.12-31, મધ્યરાત્રે ક.00-30, ઓટ: બપોરે ક.13-14, મધ્યરાત્રિ પછી ક.01-08(તા.10)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર , ચૈત્ર શુક્લ - પ્રતિપદૃા. ચૈત્ર શુકલપક્ષ પ્રારંભ, શાલિવાહન શક 1946ક્રોધી’ નામ સંવત્સર પ્રારંભ, ગુડીપડવો, ઈષ્ટિ, ચૈત્રી નવરાત્રિ પ્રારંભ, ધ્વજારોહણ, ઘટસ્થાપન, અભ્યંગ સ્નાન, કલ્પાદિ તિથિ, પંચક સમાપ્તિ ક. 07-32. વક્રી બુધ મીન પ્રવેશ ક. 21-32, મંગળ અશ્વિની અમૃતસિદ્ધિ યોગ ક. 07-32થી ક. 29-06. શુભાશુભ દિનશુદ્ધિ: પર્વરાજ શ્રેષ્ઠ દિવસ.મુહૂર્ત વિશેષ: ઘટસ્થાપન મુહૂર્ત સવારે ક.9.34 થી બપોરે ક.14-14. મુહૂર્તરાજ શ્રેષ્ઠ દિન.શ્રી અશ્વિનીકુમાર દેવતાનું પૂજન, તર્પણ શ્રાદ્ધ, મંગળ-કેતુ ગ્રહ દેવતાનું પૂજન, પરદેશગમનનું પસ્તાનું.નવા વસ્ત્રો, આભૂષણ, વિધ્યારંભ, નવા વાસણ, માલ લેવો,બી વાવવું, સર્વશાંતિ-શાંતિપૌષ્ટિક પૂજા,શ્રીસત્યનારાયણ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, દેેવી અથર્વશિર્ષમ્. દેેવી સુક્ત, શ્રી સુક્ત, શ્રી ગણેશ અથર્વશિર્ષમ્‌‍ , પુરુષસુક્ત, હનુમાનચાલિસા, સુંદરકાન્ડ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્રવાંચન,નિત્ય થતાં દુકાન, વેપાર, નોકરી, દસ્તાવેજનાં કામકાજ.ચૈત્રમાસ સંક્ષપ્તિ:તા.9 એપ્રિલથી તા.8મેનાં 30 દિવસનાં ચૈત્રમાસનાં શુક્લ પક્ષમાં ક્ષય/વૃદ્ધિ તિથિ નથી.કૃષ્ણ પક્ષમાં પદરતિપદાની વૃદ્ધિ થાય છે. સાતમનો ક્ષય છે. પૂનમ અમાસનું ગ્રહણનથી તા.17મીએ શ્રી રામનવમી, તા.22મીએ હનુમાન જયંતી ઉપવાસ છે. તા.23મીએ હનુમાન જયંતી છે. લગ્ન મુહૂર્ત એપ્રિલ તા. 18, 20, 21, 22, 23, 26, 28 મે તા.1,2. ઉપનયન : એપ્રિલ તા.12, 26, 28, 29 ભૂમિ પૂજન-ખાત મુહૂર્ત: 18,19, સર્વદેવ પ્રતિષ્ઠા તા.12, 15, 21, 26 મે તા.1, 3, 5, વાસ્તુ કળશ તા.15, 18, 19, 20. નવરાત્રિ મહિમા: વર્ષની ચાર નવરાત્રિમાંની શક્તિ ઉપાશકોમાં પ્રચલિત ચૈત્રી નવરાત્રિ આજે પ્રારંભાય છે. આ ચૈત્રી નવરાત્રિમાં શ્રદ્ધાવાનો ઉપવાસ, દેવી ઉપાસના અનુષ્ઠાન કરી અંત:કરણને પવિત્ર કરે છેે. શક્તિ આરાધના માટેનો આ ઉત્તમ અને પવિત્ર યોગ છે. માની ઉપાસના કરવાથી અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે. શક્તિનો સંચાર થાય છે, માની કૃપા પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં બ્રાહ્મણ દ્વારા ચંડીપાઠ, સપ્તશતી પાઠ કરાવવો. આજે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. આચમન: ચંદ્ર-બુધ ભાષાઓના જાણકાર. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ યુતિ, ગોચર ગ્રહો: ગ્રહગોચર : સૂર્ય-મીન, મંગળ-કુંભ, વક્રી બુધ- મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર. ઉ

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button