IPL 2024સ્પોર્ટસ

IPL CSK VS KKR: કોલકાતા સામે ચેન્નઈને જીતવા 138 રનનો લક્ષ્યાંક

રવિન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને કેકેઆરને દબાણમાં લાવ્યા

ચેન્નઈઃ અહીંના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની 22મી મેચ ચેન્નઈ (CSK) અને કોલકાતા (KKR)ની વચ્ચે રમાઈ હતી, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ લેતા કોલકાતા પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રારંભથી ચેન્નઈના બોલર કોલકાતા પર દબાણ બનાવવામાં સફળ રહ્યા હતા, તેથી 20 ઓવરમાં નવ વિકેટે 137 રન કરી શક્યું હતું, જેમાં જાડેજા, દેશપાંડેની આક્રમક બોલિંગનું વિશેષ યોગદાન હતું.

કિંગ ખાનની ઓનરશિપ હેઠળની કેકેઆરની ટીમના ઓપનર બેટર્સ સદંતર નિષ્ફળ રહ્યા હતા, જેમાં પહેલી વિકેટ પી સોલ્ટની પહેલી ઓવરમાં તુષાર દેશપાંડેએ ઝડપી હતી. બીજી વિકેટ પણ સાતમી ઓવરમાં 56 રનના સ્કોરે અંગક્રિષ રઘુવંશીની પડી હતી.

રઘુવંશી (18 બોલમાં 24 રન)ની વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી હતી. વેકંટેશ અય્યર પણ સસ્તામાં આઉટ થયો હતો. આઠ બોલમાં ત્રણ રન કરી શક્યો હતો. રમનદીપ સિંહે 12 બોલમાં 13 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. આ ઉપરાંત, મુસ્ઝફિઝુર રહેમાને ચાર ઓવરમાં બે વિકેટ ઝડપી હતી, જ્યારે મહીશ થિખશાનાએ ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ લીધી હતી.

રવિન્દ્ર જાડેજાએ ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ મહત્ત્વની વિકેટ ઝડપી હતી. બીજી બાજુ તુષાર દેશપાંડેએ પણ મહત્ત્વની ત્રણ વિકેટ ઝડપી હતી, જેમાં ફિલ સોલ્ટ, રિંકુ સિંહ, એન્ડ્રે રસેલને સસ્તામાં આઉટ કર્યા હતા. રિંકુ સિંહ 14 બોલમાં નવ રન, જ્યારે રસેલે 10 બોલમાં 10 રન કરી શક્યા હતા. કોલકાતાએ 20 ઓવરમાં નવ વિકેટે 137 રન બનાવ્યા હતા, જેમાં 13 રન એક્સ્ટ્રા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button