આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), બુધવાર, તા. ૧૩-૯-૨૦૨૩
શિવ પૂજા સહિત વડનાં પૂજનનું વિશેષ મહત્ત્વ છે.
ભારતીય દિનાંક ૨૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, નિજ શ્રાવણ વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવા, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૦ (તા. ૧૪), પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૪ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : સવારે ક. ૧૧-૨૪, રાત્રે ક. ૨૩-૨૭
ઓટ: સાંજે ક. ૧૭-૨૩, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૪ (તા. ૧૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, નિજ શ્રાવણ કૃષ્ણ – ચતુર્દશી. બુધ પૂજન, શિવરાત્રી, અઘોરા ચતુર્દશી, પર્યુષણ પ્રારંભ – પંચમી પક્ષ (જૈન), ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૫-૩૪. સૂર્ય મહાનક્ષત્ર ઉત્તરાફાલ્ગુનીમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૪ ,વાહન હાથી (સંયોગિયું નથી.).
શુભાશુભ દિનશુદ્ધિ: સાંસારિક શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન,કથા વાંચન ,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન,શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ ,પુરુષસુક્ત ,શ્રીસુક્ત ,શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક,મઘા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા,સર્વશાંતિ પૂજા,શાંતિ પૌષ્ટિક પૂજા,પિતૃ પૂજન,વડનું પૂજન,બી વાવવું.
શ્રાવણ પર્વ મહિમા:આજ રોજ શિવ પૂજા ઉપરાંત ભગવાન સૂર્યનારાયણનું પૂજન,વડનું પૂજન,શિવરાત્રિનું કૃષ્ણપક્ષમાં હોવું વિશેષ મહત્ત્વ ધરાવે છે. કૃષ્ણપક્ષ માનસિક એકાગ્રતામાં સહાયક નીવડે છે. એટલે માનસિક એકાગ્રતા જપ તેમ જ ધ્યાનમાં મહત્ત્વના છે.
શિવરાત્રિનું વ્રત વદ-૧૪ના આરંભ થાય છે અને અમાવસ્યાના સમાપ્ત થાય છે. અમાવસ્યાને સંહારનું તથા જીવ-પરમાત્માનું મિલન માનવામાં આવે છે. ઉપાસક ચતુર્દશીનો મોહ, સાંસારિક બંધનો તેમ જ કામનો સંહાર કરવાનો પ્રયાસ કરે છે અને અમાસના દિવસે પૂર્ણ સંહાર કરીને ઉપાસક અને શિવનું સંમિલન થાય છે.શિવ પૂજા સત્યનું પૂજન,સનાતન સંસ્કૃતિ પૂજનનું અંગ છે. શિવનિવાસ જીવમાં છે.જીવ સૃષ્ટિમાં છે.કણ કણમાં છે.જીવને જળની જરૂર છે.શિવપૂજનમાં જળાભિષેક આવશ્યક છે. શિવપૂજન સરળ છે.આચમન: ચંદ્ર-શનિ પ્રતિયુતિ મતલબી સ્વભાવ, ચંદ્ર-બુધ યુતિ ચપળ મન.ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ યુતિ. ચંદ્ર-મઘા યુતિ થાય છે. ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-ક્ધયા, વક્રી બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.
- પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા