મુંબઈઃ અત્યાર સુધીની તમામ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માંથી આ વખતની આઈપીએલમાં વધારે રસપ્રદ અને વિવાદમાં રહી છે, જેના માટે સૌથી મોટું કારણ ગુજરાત ટાઈટન્સમાંથી મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ કરવામાં આવેલ હાર્દિક પંડ્યા અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા છે. હજુ પણ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે ક્રિકેટપ્રેમીઓ પહેલી પસંદ રોહિત શર્મા છે, જેમાં લાગલગાટ ત્રણ મેચની હાર પછી રવિવારે ધમાકેદાર જીતનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને ભેટીને વધાવ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સને જીત મળ્યા પછી રોહિત શર્માએ પોતાના કેપ્ટન હાર્દિક પંડ્યાને ભેટી પડ્યો હતો. રોહિત અને હાર્દિકના ચહેરા પર સંતોષ જોવા મળતો હતો. બંનેની વચ્ચે કેટલાય સમયથી ખેંચાખેંચી ચાલી રહી હતી, જ્યારે તેના કારણે ચાહકોમાં અસંતોષ જોવા મળતો હતો.
દિલ્હીને મુંબઈએ 29 રનથી હરાવીને સીઝનમાં પહેલી જીત મેળવી હતી. ત્રણ મેચ હાર્યા પછી મુંબઈને જીત મળવાને કારણે ટીમના માલિક આકાશ અંબાણી અને નીતા અંબાણીનું રિએક્શન જોવા જેવું હતું. મુંબઈની જીત પછી મુંબઈ ઈન્ડિયન્સના ઓનર નીતા અંબાણી અને આકાશ અંબાણી પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
ALSO READ : હાર્દિકને સોમનાથદાદાના દર્શન ફળ્યા, મુંબઈ ઇન્ડિયન્સે જીતવાનું શરૂ કરી દીધું
મુંબઈ ઈન્ડિયન્સની જીત પછી મુંબઈ ઈન્ડિયન્સના એક્સ હેન્ડલ પર જીતનો વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં હાર્દિક પંડ્યા ખુશખુશાલ જોવા મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે કેપ્શનમાં લખ્યું હતું કે સોક ઈટ ઈન બોય્સ, સોક ઈટ ઈન. આ વીડિયોને પણ લાખો લોકોએ જોવાની સાથે હજારો લોકોએ લાઈક આપી હતી. અમુક યૂઝરે લખ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એક રહેશે તો વધુ મજબૂત રહેશે.
આ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સને હાર મળ્યા પછી હાર્દિક પંડ્યાને હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ચોથી મેચમાં જોવા મળ્યું નહોતું. મુંબઈની જીત મળ્યા પછી ચાહકો પણ ખુશ જોવા મળ્યા હતા. ચોથી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પહેલી 20 ઓવરમાં 234 રન ફટકાર્યા હતા, જેમાં દિલ્હી 205 રન બનાવી શકી હતી.