શૅરબજારમાં ટૂંકા ગાળામાં તેજી જળવાઇ રહેવાની અપેક્ષા, બજારની નજર ઇન્ફ્લેશન, ફેડરલની મિનટ્સ અને ચોથા ક્વાર્ટરના કંપની પરિણામો પર
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા
શેરબજારમાં અફડાતફડી અને અનેક અવરોધો છતાં આગેકૂચ ચાલુ રહી છે અને નિષ્ણાતો માને છે કે, શેરબજારમાં ટૂંકા ગાળામાં તેજી જળવાઇ રહેવાની અપેક્ષા છે. બજારની નજર ઇન્ફ્લેશન, ફેડરલની મિનટ્સ અને ચોથા ક્વાર્ટરના કંપની પરિણામો સહિતના પરિબળો પર રહેશે. પ્રાઇમરી માર્કેટમાં હલચલ ચાલુ રહી છે. આ સપ્તાહે મેઇનબોર્ડનો એક અને એસએમઇ સેગમેન્ટના ત્રણ શેર લિસ્ટ થશે. આઠમી તારીખે સોમવારે એસએમઇ સેગમેન્ટમાં બે નવા આઇપીઓ આવશે.
નિષ્ણાતો અનુસાર, બ્રોડ માર્કેટની ઉછાળો સૂચવે છે કે મજબૂતાઈ ટૂંકા ગાળામાં ચાલુ રહેશે. દરમિયાન, મજબૂત યુએસ આર્થિક ડેટાને કારણે જૂનમાં ફેડ રેટ કટ અંગે ફરી આશંકા વ્યક્ત થઇ રહી છે, પરંતુ આ ફેકટર અત્યારે ડિસ્કાઉન્ટ થઇ ગયેલું જણાય છે.
ટેક્નિકલ એનાલિસ્ટે કહ્યું હતું કે, નિફ્ટી નવી ઊંચી સપાટીએ બંધ થયો છે અને સાપ્તાહિક ચાર્ટ પર લોંગ અપર અને લોવર શેડો સાથે સ્મોલ બોડી બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના કરી છે, જ્યાં હા.ર હાઇ અને હાયર લોની રચના સતત બીજા અઠવાડિયા સુધી ચાલુ રહી છે.
ટેક્નિકલ રીતે, નિફ્ટી આ સપ્તાહમાં રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા છે, સિવાય કે તે અપર સાઇડમાં 22,600 અથવા નીચલી બાજુએ 22,300-22,200ને નિર્ણાયક રીતે તોડે નહીં. આ સપાટીઓનેો ભંગ જ બજારને મજબૂત દિશા આપી શકે છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નિફ્ટીની 22,200 પોઇન્ટની સપાટી ના તૂટે ત્યાં સુધી રોકાણકારોએ ઘટાડે લેવાલીનો અભિગમ ચાલુ રાખવો જોઈએ. હાયર સાઇડમાં નિફ્ટી 22,700-22,850 ઝોન તરફ વધી શકે છે. સાપ્તાહિક ઓપ્શન્સ ડેટા સૂચવે છે કે નિફ્ટી 50 માટે 22,500 નિર્ણાયક બનવાની ધારણા છે, જેમાં 22,800 ઊંચી બાજુએ મુખ્ય પ્રતિકાર અને 22,400 ઇન્ડેક્સ માટે તાત્કાલિક સપોર્ટ બનવાની સંભાવના છે.
એપ્રિલના પ્રથમ સપ્તાહમાં બજારો અસ્થિર હતા, પરંતુ સકારાત્મક નોંધ પર સમાપ્ત થયા છે. નિફ્ટી 22,619 પોઇન્ટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને 0.84 ટકાના વધારા સાથે 22,500 પોઇન્ટની ઉપર સપ્તાહનો અંત આવ્યો હતો. સેન્સેક્સ 596.87 પોઇન્ટ અથવા 0.81 ટકા વધીને 74,248.22 પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. ફુગાવાના મોરચે, મોનેટરી પોલિસી કમિટી (એણપીસી) એ રેપો રેટ યથાવત રાખ્યો હતો, પરંતુ સ્થાનિક અને વૈશ્વિક બંને વાતાવરણના આંચકાઓ વિશે સાવચેતી વ્યક્ત કરી હતી, જે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો કરી શકે છે.
ટોચના મ્યુચ્યુલ ફંડના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, નભારતીય બજારમાં એક સૂક્ષ્મ હકારાત્મકતા છે, નબળા વૈશ્વિક વલણને આગળ ધપાવતા, હકારાત્મક ઉત્પાદન પીએમઆઇ (પરચેઝ મેનેજર ઇન્ડેક્સ) ડેટા અને આગામી કોર્પોરેટ સેકટરના ચોથા ત્રિમાસિક પરિણામો વિશે આશાવાદ દ્વારા ટેકો મેળવે છે.
બ્રોડ માર્કેટ એવો સંકેત આપે છે કે મજબૂતાઈ ટૂંકા ગાળામાં ચાલુ રહેશે. દરમિયાન, અમેરિકાના મજબૂત આર્થિક ડેટાએ જૂનમાં ફેડ રેટ કટ ટાળવામાં આવશે એવી આશંકા ઊત્પન્ન કરી છે, જોકે આ અપેક્ષિત જ હતું. કોર્પોરેટ સેકટરના પરિણામોને આધારે શેરલક્ષી કામકાજ સાથે બજારના સેન્ટિમેનટને પણ અસર થશે. છ કંપનીઓ આ અઠવાડિયે તેમના નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરશે. તેઓ છે ટાટા ક્નસલ્ટન્સી સર્વિસિસ, ક્યુપિડ, આનંદ રાઠી વેલ્થ, ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિસ, પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિસ અને ટીમો પ્રોડક્શન્સ એચક્યુનો સમાવેશ છે.
આ ઉપરાંત ભારતનો ક્નઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપાઆઇ) ડેટા 12 માર્ચે બહાર પાડવામાં આવશે. ખાદ્ય અને ઇંધણના ભાવમાં ઘટાડા સાથે કોર ઇન્ફલેશનનો વેગ થોડો હળવો થવાને કારણે સીપીઆઇ ફુગાવો માર્ચમાં થોડો દબાઇને 4.7 ટકા થવાની ધારણા છે. સીપીઆઈ ડેટાની સાથે, ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન અને 5ાંચમી એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે વિદેશી હૂંડિયામણ અનામતનો ડેટા પણ 12 એપ્રિલે જાહેર કરવામાં આવશે.
એક્સચટર્નલ ફેકટર જોઇએ તો યુ.એસ. તેના ફુગાવાના આંકડા 10 એપ્રિલના રોજ જાહેર કરશે. છેલ્લી બેઠકમાં, ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફએમઓસી)એ ફેડરલ ફંડ વ્યાજ દર 5.25 થી 5.5 ટકાની વર્તમાન લક્ષ્ય શ્રેણી પર જાળવવાનું પસંદ કર્યું હતું. યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) એ જુલાઈ 2023થી તેના વ્યાજ દરના લક્ષ્યાંકમાં કોઈ ફેરફાર કર્યો નથી, ફુગાવા સામે તેની ચાલુ લડતમાં દર બાવીસ વર્ષના ઉચ્ચ સ્તરે જાળવી રાખ્યા છે.
બજારના સહભાગીઓ યુરોપિયન સેન્ટ્રલ બેંકના વ્યાજ દર પર પણ નજર રાખશે, જે આગામી સપ્તાહે જાહેર થશે. ચાઇના ફુગાવાના આંકડા, યુએસ જોબ ડેટા અને યુએસ, ચીન અને જાપાનના ઉત્પાદક ભાવ સૂચકાંકો પણ શેરીને વ્યસ્ત રાખશે.