પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), સોમવાર, તા. 8-4-2024,
દર્શ – સોમવતી અમાવસ્યા,ખગ્રાસ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહી
ભારતીય દિનાંક 19, માહે ચૈત્ર, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ વદ-30
જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ વદ-30
પારસી શહેનશાહી રોજ 27મો આસમાન, માહે 8મો આવાં, સને 1393
પારસી કદમી રોજ 27મો આસમાન, માહે 9મો આદર, સને 1393
પારસી ફસલી રોજ 16મો મેહેર, માહે 3જો ખોરદાદ, સને 1393
મુુસ્લિમ રોજ 28મો, માહે 9મો રમજાન, સને 1445
મીસરી રોજ 30મો, માહે 9મો રમજાન, સને 1445
નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા સવારે ક. 10-12 સુધી, પછી રેવતી,ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 28, અમદાવાદ ક. 06 મિ. 25, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 52, અમદાવાદ ક. 18 મિ. 58, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી :સવારે ક.11-43, રાત્રેે ક.23-50, ઓટ: બપોરે ક.17-37, મધ્યરાત્રિ પછી ક.06-00(તા.9)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – દર્શ અમાવસ્યા. સોમવતી અમાવસ્યા, અન્વાધાન, મન્વાદિ, પંચક,
ખગ્રાસ સૂર્યગ્રહણ: મુંબઈમાં દેખાવાનું નથી. ધાર્મિક દૃષ્ટિએ પાળવું નહીં.સોમવાર, તા. 08-04-2024, ફાગણ વદ-30, મીન રાશિ, રેવતી નક્ષત્રમાં થાય છે. ખંડગ્રાસ સ્વરૂપે ઉત્તર- મધ્ય અમેરિકા. મેક્સિકો, પૂર્વ કેનેડામાં ખગ્રાસ સ્વરૂપે ઉત્તર પેસેફિક મહાસાગર, દક્ષિણ પેસિફિક મહાસાગરનો અમુક ભાગ લેબ્રેડર સમુદ્ર, ગ્રીનલેન્ડ સમુદ્ર, આઈસલેન્ડ સમુદ્ર. ગ્રહણ સ્પર્શ: ક. 21-12, ગ્રહણ મધ્ય: 23-47, ગ્રહણ મોક્ષ: ક. 26-22.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે. મુહૂર્ત વિશેષ:- સોમવતી અમાસનો મહિમા: સોમવતી અમાસ સનાતન હિંદુ સંસ્કૃતિનું ધર્મલાભનું પવિત્ર તિથિપર્વ છે. સોમવતી અમાવસ્યાનું પવિત્ર તીર્થસ્નાન, ગંગા, નર્મદા, કાવેરી, ક્ષિપ્રા, સરયુ, વેરાવલ, હરિદ્વાર, ઋષિકેશ, પ્રયાગ, કાશિ, ત્ર્યંબક, નાશિક ગોદાવરી ઈત્યાદિ સર્વ નદી, સંગમતીર્થોમાં તથા પોતાના આવાસથી નજીક આવેલ નદી, તળાવ,સરોવર, સમુદ્રમાં પવિત્ર સ્નાનનું મહત્ત્વ છે. સર્વ નદીઓનું સ્મરણ કરી સ્નાન કરવું.
સોમવતી અમાસનાં ધર્મલાભ: શિવ-પાર્વતી શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, દીપપૂજા, દીપદાન, રાત્રિ જાગરણ ભક્તિ,કીર્તન. ભગવાન સૂર્યનારાયણને તર્પણ, અર્ઘ્યપ્રદાન, ધ્રુવ દેવતા, પુષાદેવતાનું પૂજન, સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રતવિધિ પૂર્વક શિવ-પાર્વતીની પૂજા કરે છે. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનાં પાઠ બિલી, વડ, પીપળો એમ સર્વ વૃક્ષનું પૂજન. તુલસી, લીમડો, વડ, પીપળો, બિલી, કેળા આદિ વૃક્ષ વાવવા. બગીચાનાં કામકાજ. બી વાવવું, મંદિરમાં ધજા, કળશ, પતાકા ચઢાવવી, પાટ-અભિષેક પૂજા, શાંતિ પૌષ્ટિક સર્વશાંતિ પૂજા. અમાવસ્યાના પ્રાત: કાળમાં નાશિકમાં ગોદાવરી રામકુંડ, ત્ર્યંબકમાં કુશાવર્ત કુંડમાં બ્રાહ્મણ દ્વારા દશવિધ પ્રાયશ્ચિત સ્નાનની વિધિનો મહિમા છે. સૂર્ય, ૠષી,પિતૃઓનું જળથી તર્પણ કરવું. તર્પણથી પિતૃઓના આશીર્વાદ કૃપાથી ધન, સુખ, સમૃદ્ધિ, વંશવૃદ્ધિ થાય છે. ૐ નમ: શિવાય, ૐ પ્રણવ મંત્ર, ૐ નમો: ભગવતે વાસુદેવાય, શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના સ્તોત્ર, પાઠ વાંચન, શિવસહસ્ર નામ સ્તોત્ર વાંચન, પુરુષસુક્ત, શ્રી સુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્, હનુમાનચાલીસા વગેરે યથાશક્તિ પાઠ કરવા. આજના આ સર્વ સ્નાન જપ, તપ, ભક્તિ, નામકીર્તન, પાઠ ઈત્યાદિ પુણ્ય, કર્મ પિતૃઓને અર્પિત કરવા. સોમવતી અમાસ અને જ્યોતિષશાસ્ર: સોમવતી અમાસ પર્વ બ્રાહ્મણો, જ્યોતિષશાસ્રીઓ, આયુર્વેદાચાર્યો વગેરે માટે અત્યંત મહિમાવંત પર્વ છે. તીર્થાટન, સ્નાન, શ્રાદ્ધ, જપ, તપ, દાન, આદિ પુણ્યકર્મ દ્વારા આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ થાય છે. ત્રિપિંડી શ્રાદ્ધ, નારાયણબલિ, કાલસર્પયોગ, પિતૃશાંતિ પૂજા, પિતૃદોષના વિધાનનો આજ રોજ મહિમા છે. જન્મકુંડળીમાં ચંદ્રના રાહુ-સૂર્ય-બુધ-શનિ સાથે અશુભ યોગો હોય તેમણે અધિક ધર્મલાભ લેવા. ચંદ્ર-શનિ-બુધ ગ્રહદેવતાનું પૂજન, આજ રોજ અર્હિબુઘન્ય દેવતા, ધ્રુવાય નમ:ના મંત્રજાપ કરવા. શિવ પરિવાર પૂજા તથા વિષ્ણુ-લક્ષ્મી પૂજામાં ચોખાની ખીરનો ભોગ ધરાવવો તથા સંધ્યા સમયે ઘરમાં ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવવો, ધૂપ કરવો, હાથી, ગાય,પશુઓ, જળમાં રહેતા જીવોને ખવરાવવું. આચમન: ચંદ્ર રાહુ યુતિ આત્મવિશ્વાસનો અભાવ, ચંદ્ર સૂર્ય યુત્તિ તત્ત્વ ચિંતક.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર રાહુ યુતિ, ચંદ્ર સૂર્ય યુતિ ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button