ઇન્ટરનેશનલ

વિશ્વની સૌથી મોટી સોનાની ખાણ નજીક સુરક્ષા દળો અને વિદ્રોહી વચ્ચે અથડામણ, બે ઠાર

જયાપુરા (ઇન્ડોનેશિયા): ઇન્ડોનેશિયાના અશાંત પાપુઆ ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી સોનાની ખાણોમાંની એક નજીક સુરક્ષા દળો અને વિદ્રોહી જૂથો વચ્ચે થયેલા ફાયરિંગમાં બે વિદ્રોહી માર્યા ગયા હતા, એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે મધ્ય પાપુઆ પ્રાન્તના શહેર તેમ્બાગાપુરા નજીક ફ્રી પાપુઆ મૂવમેન્ટ સાથે સંકળાયેલા વિદ્રોહીઓ અને પોલીસ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં ગ્રુપના પ્રાદેશિક કમાન્ડર અબુબકર કોગોયા અને ડેમિયાનસ માગે માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ બંને જૂથ લશ્કરી પાંખ ‘વેસ્ટ પાપુઆ લિબરેશન આર્મી’ સાથે સંકળાયેલા હતા.

સંયુક્ત સુરક્ષા દળના વડા ફૈઝલ રમાદાનીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ બંને કમાન્ડરો પાસેથી તેમના ઓળખ કાર્ડ જપ્ત કર્યા છે. તેમણે કહ્યું હતું કે ગોળીબારમાં અન્ય કેટલાક બળવાખોરો ઘાયલ થયા છે. જોકે, ઘાયલ બળવાખોરો જંગલમાં ભાગી જવામાં સફળ થયા હતા. આ મામલે વિદ્રોહી ગ્રુપના પ્રવક્તા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button