IPL 2024સ્પોર્ટસ

લખનઊ સામે ગુજરાતને મળ્યો 164 રનનો સાધારણ લક્ષ્યાંક

લખનઊ: આઇપીએલમાં રવિવાર પહેલાં ગુજરાત ટાઇટન્સ સામે એક પણ મૅચ ન જીતનાર લખનઊ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન બનાવીને શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમને 164રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ (58 રન, 43 બૉલ, બે સિક્સર, ચાર ફોર) ટીમમાં ટૉપ-સ્કોરર હતો. કૅપ્ટન કેએલ રાહુલે 31 બૉલમાં 33 રન, આયુષ બદોનીએ 11 બૉલમાં 20 રન અને નિકોલસ પૂરને બાવીસ બૉલમાં ત્રણ સિક્સરની મદદથી અણનમ 33 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સની છેલ્લી પળોમાં ત્રણેય સિક્સર મોહિત શર્મા તથા રાશિદ ખાનની બોલિંગમાં ફટકારી હતી. તેની સાથે કૃણાલ પંડ્યા બે રને અણનમ રહ્યો હતોે.

ગુજરાત વતી ઉમેશ યાદવ અને દર્શન નાલકંડેએ બે-બે વિકેટ તથા રાશિદ ખાને એક વિકેટ લીધી હતી. એ પહેલાં, લખનઊના સુકાની કેએલ રાહુલે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. લખનઊએ પાછલી મૅચની જ વિનિંગ ઇલેવન જાળવી રાખી હતી, જ્યારે ગુજરાત ટાઇટન્સે પીઠની ઈજાને કારણે ન રમી શકનાર વૃદ્ધિમાન સાહાના સ્થાને બી.આર. શરથને ટીમમાં સમાવ્યો હતો. સ્પેન્સર જૉન્સનને અઝમતુલ્લા ઓમરઝાઈના સ્થાને લેવામાં આવ્યો હતો.

લખનઊએ પહેલી મૅચમાં રાજસ્થાન સામે 20 રનથી પરાજય જોવો પડ્યો હતો. જોકે પછીની બે મૅચ લખનઊએ જીતી લીધી હતી. પંજાબને રાહુલની ટીમે 21 રનથી અને બેન્ગલૂરુની ટીમને 28 રનથી પરાજિત કરી હતી. ગુજરાતે લખનઊ સામેની આ મૅચ પહેલાં મુંબઈને છ રનથી હરાવ્યા પછી ચેન્નઈ સામે 63 રનથી પરાજય જોયો, પરંતુ હૈદરાબાદને સાત વિકેટે સજ્જડ હાર આપ્યા પછી પંજાબ સામે ત્રણ વિકેટે પરાજય જોયો હતો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker