જૈન મરણ
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
ભાણવડ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતી લીલાધર હરખચંદ સંઘવીના સુપુત્ર હસમુખરાય (ઉં. વ. ૮૦) તે સ્વ. સરયુબેનના પતિ. પરાગ, હરેન તથા રીશીના પિતાશ્રી. જિલ્પા તથા સ્વાતિના સસરા. લબ્ધી તથા નમ્રના દાદાજી. સ્વ. ચંદ્રકાંતભાઇ, લલિતભાઇ, રમેશભાઇ, સ્વ. નિર્મલાબેન, કંચનબેન, નલિનીબેન, ઇન્દુબેનના ભાઇ. તે વાંકાનેર નિવાસી સ્વ. હેમકુવરબેન કલ્યાણજી ડુંગરશી મહેતાના જમાઇ. તા. ૧૧-૯-૨૩ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયધણજરના આસબાઇ હરીયા (ઉં.વ. ૮૮) તા. ૧૦-૯-૨૩ના બે દિવસના અનશન કરી અરિહંતશરણ પામેલ છે. દેમીબાઇ કુંવરજી ખીંયશીના પુત્રવધૂ. માલબાઇ ગાંગજી કાનજીના પુત્રી. આસારીયા (મંગલ)ના પત્ની. મુલેશ, ઉર્મીલા, દમયંતી, કમળા, સરલા, નીતાના માતુશ્રી. નાનજી, કોટડી (મહા.) રતનબેન તલકશી હરશીના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. મુલેશ હરીયા, ૩૦૩, પરિગંધા, માનપાડા રોડ, ડોંબિવલી (ઇ).
નાગ્રેચાના કેશવજી ખીમજી નિસર (ઉં.વ. ૬૮) તા. ૧૧-૯-૨૩ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ખીમજીના પુત્ર. હેમલ, ડોલીના પિતા. કોટડા (રોહા) હાલે સાંગલીના ચંચલબેન પ્રવિણચંદ્ર, નાનજી, મણીલાલ, બાડાના મંજુલા કિશોર, કોટડી (મહા.)ના ભારતી (મીતા) ખુશાલચંદ, ભુજપુરના શીલા રમણીકના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: હેમલ કેશવજી નિસર, ૨૨, સંતોષી વીલા, ૪થે માળે, રાજાજી રોડ, ડોંબિવલી (ઇ.).
બેરાજાના ક્ધિનરી મહેન્દ્ર રાંભીયા (ઉં.વ. ૩૩) તા. ૧૧-૯-૨૩ના અવસાન પામેલ છે. રતનબેન મેઘજીની પૌત્રી. જયશ્રી મહેન્દ્રની પુત્રી. વિજયાબેન ડુંગરશીની દોહીત્રી. મૃણાલીની બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. અનિલ ડુંગરશી શાહ, ૨૫, નવીનનગર-૨, શાંતાક્રુઝ (વે.).
શેરડી હાલે સાંગલીના દેવબાળા મંગલભાઈ છેડા (ઉં.વ. ૮૫) તા. ૧૦-૯-૨૩ના અરિંહતશરણ થયેલ છે. શેરડી સ્વતંત્રતા સેનાની મુલબાઈ વેરશીના પુત્રવધૂ. મંગલભાઈના ધર્મપત્ની. દિપક, પંકજ, આશાના માતા. ના.રતડીયા વેજબાઈ જેઠાભાઈ મણશી ગાલાના પુત્રી. નેણશી, હીરાલાલ, કોટડી મહા.લક્ષ્મીબેન ચનાભાઈ, ના.રતડીયા પ્રેમાબેન જેઠાભાઈ, વીઢ ધનવંતી કલ્યાણજી, શેરડી દેવમણી મુલચંદના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. પંકજ મંગલભાઈ છેડા, ૨૦૨, તુલસી કોમ્પલેક્ષ, રતનશી નગર, સાંગલી-૪૧૬૪૧૬.
જામનગર હાલાર વિશાશ્રીમાળી જૈન
ભાણવડ હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતીબેન લીલાધર હરખચંદ સંઘવીના સુપુત્ર હસમુખરાય (ઉં.વ. ૮૦), તે સ્વ. સરયુબેનના પતિ. પરાગ, હરેન તથા રીશીના પિતાશ્રી. જિલ્પા તથા સ્વાતિના સસરા. લબ્ધી તથા નમ્રના દાદાજી. સ્વ. ચંદ્રકાંતભાઈ, લલિતભાઈ, રમેશભાઈ, સ્વ. નિર્મલાબેન, કંચનબેન, નલિનીબેન અને ઇન્દુબેનના ભાઈ. તે વાંકાનેર નિવાસી સ્વ. હેમકુવરબેન કલ્યાણજી ડુંગરશી મહેતાના જમાઈ. તા. ૧૧-૯-૨૩ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થા. દશા શ્રીમાળી જૈન
ઘુઘરાળા હાલ સાંતાક્રુઝ, ડો. દિનેશ કપુરચંદ બદાણીનાં પત્ની ડો. સરોજ (ઉં.વ. ૮૩), નીમીષા અભિજિત મહેતાનાં માતા. સરધાર નિવાસી હાલ કાંદીવલી સ્વ. પદ્માબેન ભૂપતરાય વોરાનાં દીકરી. બ્રહ્માકુમારી મીરાબેન અને બ્રહ્માકુમારી યોગીનીબેનનાં બેન. ૧૨-૯-૨૩નાં અરિહંતશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૪-૯-૨૩, ૫ થી ૬, ઓમ શાંતિ બિલ્ડીંગ, ૪૮, સ્વસ્તિક સોસાયટી, એન. એસ. રોડ નં. ૩, જે વી પી ડી સ્કીમ, વિલે પાર્લે (વે).
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધારી હાલ અમેરિકા (ડેટ્રોઇટ) દીનાબેન હિરેનભાઇ નવનીતલાલ ઝાટકીયાના સુપુત્ર ધવલ (ઉં. વ. ૩૯) અમેરિકા મુકામે તા. ૧-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ડો. નંદિનીના પતિ. ઇશાન અને અર્જુનના પિતા. ડો. જીજ્ઞા નિશાંત મહેતાના ભાઇ. સ્વ. લલિતભાઇ, રાજેશભાઇ, કિશોરભાઇના ભત્રીજા. પુષ્પાબેન, ડો. બસપ્પા લોહીથાસ્વાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અંગદાન કરેલ છે.
ઝાલાવાડી વિશા શ્રી. સ્થાનકવાસી જૈન
શેખપર (સુરેન્દ્રનગર) હાલ ભાયંદર (વેસ્ટ)ના ગજરાબેન શાહ (ઉં. વ. ૯૮) તા. ૧૧-૯-૨૩ના સોમવાર અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રતિલાલ ગોવિંદજી શાહના ધર્મપત્ની. સુરેશચંદ્ર, કીર્તિકુમાર અને હેમેન્દ્રના માતુશ્રી. સ્વ. હસુમતી, સ્મિતા, તથા જયોત્સનાના સાસુ. નીરવ, હિરેન, ઝરણા તથા જિનેશ-હર્ષના દાદીમા. દેદાદરા નિવાસી સ્વ. વ્રજલાલ પરષોતમ દોશીના સુપુત્રી. સ્વ. અમૃતલાલ, સ્વ. રસિકલાલ, સ્વ. વાડીલાલ તથા સ્વ. સવિતાબેનના બેન. સાદડી, પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ત્રાપજ હાલ મુંબઇ (સાયન) સ્વ. હિંમતભાઇ નેમચંદ વારૈયાના ધર્મપત્ની સરલાબેન (ઉં. વ. ૭૬) તે સુકેતુ તથા નિશાબેનના માતુશ્રી. તથા પાયલબહેન અને ધૃમનકુમારના સાસુજી. તેમ જ પિયર પક્ષે સ્વ. અનંતરાય માવજીભાઇ મહેતા (સાવરકુંડલા)ની બેન. સિમરન અને સનિતના દાદી અને દૃષ્ટિના નાની તા. ૧૧-૯-૨૩ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝા. દ. દિગંબર (મુમુક્ષુ) જૈન
બરવાળા (ઘેલાશા) હાલ મુલુંડ સ્વ. જયંતીલાલ શાંતિલાલ દોશીના ધર્મપત્ની નયનાબેન (પદમાબેન) (ઉં. વ. ૮૫) તે તળાજા નિવાસી સ્વ. ચંદનબેન જયંતીલાલ ભાઇચંદ સરવૈયાના સુપુત્રી. ભાનુબેન સતિષભાઇ, વર્ષાબેન લલિતભાઇ, હર્ષાબેન કમલેશભાઇના મોટાભાભી. સ્વ. રાકેશ, નિલેશ, સ્વ. અલ્પેશના માતા. દેવયાની તથા દીપ્તિના સાસુ. દિશાંક, કવિશા તથા વિતરાગના દાદી તા. ૧૧-૯-૨૩ના દેહપરિવર્તન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ મુલુંડ ડૉ. અરુણભાઈ શાંતિલાલ દફતરી (ઉં.વ. ૮૧) તા. ૧૧-૯-૨૩ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લીનાબેનના પતિ. કમલેશ, અપર્ણાના પિતાશ્રી. બિનલ અને પરેશભાઈ દેસાઈના સસરા. રેખાબેન વિનોદભાઈ બદાણી, ભારતીબેન ભરતભાઈ કામદાર, ડૉ. મુકેશભાઈના ભાઈ. સ્વ. દલપતરામ મોહનલાલ મેહતાના જમાઈ. સલોનીના દાદા. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
જામ કંડોરણા હાલ ઘાટકોપર સ્વ. ધીરજલાલ હરખચંદ શાહના પત્ની હસુમતીબેન (ઉં. વ. ૮૩) તા. ૧૨-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે શ્રી નીપુલ, હીતેશ, દીપાબેન કવિતાબેનના માતુશ્રી. તે શીલાબેન, અર્પીતાબેન, પરાગભાઇ, મીલનભાઇના સાસુ. પિયર પક્ષે જૂનાગઢ નિવાસી સ્વ. ગીરધરલાલ ગુલાબચંદ દોશીના દીકરી. મૃદુલાબેન હસમુખ મહેતાના બેન. તે સ્વ.કંચનબેન, વસંતભાઇ, રસીલાબેન, ભાનુબેન, મધુબેન, જયોત્સનાબેનના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
લાખાપાદર હાલ ઘાટકોપર સ્વ. ચંચળબેન ફૂલચંદ ઓધવજી રામાણીના સુપુત્ર નરેન્દ્રભાઇ (ઉં. વ. ૮૦) તા. ૧૧-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાક્ષીબેનના પતિ. ચિ. સેહુલ, દિપાલીના પપ્પા. સ્વ. હિમાંશુભાઇ, ભાવીના સસરા. શ્ર્વસુર પક્ષે સ્વ. લક્ષ્મીચંદ અનોપચંદભાઇ શાહ (ભાવનગરવાળા)ના જમાઇ. ચિ. માહી તથા માનવના નાના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઇ હાલ થાણા સ્વ. મીઠીબેન હિરજી નરશી મોતા (ઉં. વ. ૮૨) તા. ૧૧-૯-૨૩ના સોમવારના અવસાન પામેલ છે. જેવીબેન નરશી મોતાના પુત્રવધૂ. સ્વ. મનસુખ, શાંતાબેન, સંસારપક્ષે મહાસતીજી પ્રતિજ્ઞાજી, પ્રતિમાજીના રત્નકુક્ષીણી માતા. અમૃતલાલ, ગં. સ્વ. પુષ્પાબેનના સાસુ. નેહલ, ધ્રુવી, સુહાની, પરિધી, સંચયના દાદી. સ્વ. પોપટના ભાઇના ઘરેથી ત્રંબૌના સ્વ. રતીબેન દેવશી ભોજાના સત્રાના દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૭૦૨, આનંદધામ, દત્ત મંદિરની સામે, ધોબીઆળી, થાણા. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.