આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચોમાસા પૂર્વે મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગની ચિંતા વધી, આ બધી બીમારીમાં વધારો

મુંબઈ: મહારાષ્ટ્રમાં ફરી એક વખત મચ્છરજન્ય રોગ અને બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં 3,500 કરતાં વધુ ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ નોંધાયા હોવાનો ચોંકાવનાર અહેવાલ મળ્યા છે.
વર્લ્ડ હેલ્થ ડેના દિવસે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે મહારાષ્ટ્રમાં એક વર્ષનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે ગયા વર્ષે મહારાષ્ટ્રમાં 36,857 લોકો મચ્છરને કારણે ફેલાતા વિવિધ બીમારીમાં સપડાયા હતા, જેમાં સૌથી વધુ કેસ ડેન્ગ્યૂના હતા.

મહારાષ્ટ્ર રાજ્યમાં આ વર્ષની શરૂઆત સાથે તાવના કેસમાં પણ વધારો આવ્યો હતો. રિપોર્ટ મુજબ જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન રાજ્યમાં 2,038 મલેરિયા, 1,220 ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના 330 જેટલા દર્દી નોંધવામાં આવ્યા છે ત્યારે રાજ્યમાં ચોમાસા પહેલા આ રોગો વધતાં નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : બોઈસર યાર્ડમાં બ્લોક, પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી દહાણુ રોડ જતી ટ્રેનો આંશિક રીતે રદ

ચોમાસા પહેલા આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, અને ચોમાસા દરમિયાન રોગચાળાની સ્થિતિ વધુ વકરે એવી શક્યતા છે, એવું નિષ્ણાતોનું માનવું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછા દર્દીઓ મળી આવ્યા છે. સરકારી, પ્રાઈવેટ હૉસ્પિટલ અને લેબમાં તપાસ દરમિયાન લોકોમાં ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયાના વધુ લક્ષણો જોવા મળ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા મલેરિયા ટેસ્ટિંગ લેબ તૈયાર કરવામાં આવી છે અને હવે ડેન્ગ્યૂ માટે પણ 50 જેટલી ટેસ્ટિંગ લેબ તૈયાર કરવામાં આવશે. મહારાષ્ટ્રના 60 ટકા જેટલા મચ્છરને કારણે ફેલાતા રોગ અને બીમારીના કેસ શહેરમાંથી આવે છે. જોકે, શહેરમાં અનેક ઠેકાણે પાણી જમાં થતાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. આ બાબતે મુંબઈ પાલિકા દ્વારા રોગ અને મચ્છરના ઉપદ્રવને ઓછો કરવા માટે અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button