(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘરઆંગણે રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 20મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો, જેમાં મુંબઈના બેટર્સે આક્રમક રમત રમતા દિલ્હીને 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ પણ વાંચો: 50 લાખ રૂપિયાવાળો શેફર્ડ બેકાબૂ: 4, 6, 6, 6, 4, 6ના ધમાકા જોઈને હાર્દિક ઊભો થઈ ગયો, સચિન પણ આફરીન
મુંબઈએ 20 ઓવરમાં 234 રન બનાવ્યા હતા, જેમાં ટીમવતી રોમારિયો શેફર્ડે છેલ્લી ઓવરમાં 32 રન બનાવ્યા હતા. એના સિવાય રોહિત શર્મા 49, ઈશાન કિશન 42 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 39 રન કર્યા હતા. એક પણ બેટરના પચાસ રન સિવાય દિલ્હીને જીતવા માટે પડકારજનક સ્કોર આપવામાં મુંબઈ સફળ રહ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈની મૅચ પહેલાં રોહિત-હાર્દિકનો સહિયારો સંદેશ
ઓપનરની સાથે મિડલ ઓર્ડરમાં ટીમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે શાનદાર રમત રમ્યા હતા, જેમાં બે ચોગ્ગા અને ચાર સિક્સર સાથે ટીમ ડેવિડે 21 બોલમાં 45 રન કર્યા હતા, જ્યારે 390ના સ્ટ્રાઈક રેટ સાથે રોમારિયો શેફર્ડે ચાર સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે 10 બોલમાં 39 રન કર્યા હતા.
પહેલી એપ્રિલે વાનખેડેમાં ભારતીય ક્રિકેટના રત્ન સમા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મુદ્દે વાતાવરણ જૂજ પ્રેક્ષકોને કારણે તંગ હતું અને જ્યાં જુઓ ત્યાં રોહિત શર્માની જ વાતો થતી હતી અને તેના નામવાળા જ ટી-શર્ટ નજરે પડતા હતા એ માહોલમાં રોહિતના અસંખ્ય ચાહકો તેની આતશબાજી જોવા આવ્યા હતા, પરંતુ તે પહેલા જ બૉલમાં (ગોલ્ડન ડકમાં) આઉટ થઈ ગયો હતો જે નિરાશા લોકોમાં જોવા મળી હતી એવું અહીં દિલ્હી કેપિટલ્સ સામેની મૅચમાં ફરી બન્યું હતું. આ વખતે સૂર્યકુમાર યાદવે બધાને નિરાશ કર્યા હતા.
આ પણ વાંચો: કોહલીની સદીને વખાણ્યા પછી સેહવાગે તેની કઈ ભૂલ બતાડી?
પગની ઘૂંટીની સર્જરી કરાવીને મહિનાઓ બાદ પાછો રમવા આવેલો સૂર્યકુમાર માત્ર ચાર મિનિટ સુધી ક્રીઝ પર રહી શક્યો હતો અને પોતાના બીજા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. સૂર્યા ઘણા મહિનાઓથી ટી-૨૦ ઇન્ટરનેશનલનો વર્લ્ડ નંબર વન બૅટર છે, પરંતુ કમબેકમાં ફ્લૉપ રહ્યો.
મુંબઈની ટીમ ઉપરાઉપરી ત્રણ મૅચ હારી હોવાથી એને મુસીબતમાંથી બહાર લાવવા સૂર્યાએ ઉતાવળે ફરી રમવાનું શરુ કર્યું કે શું એ તો કહેવું મુશ્કેલ છે, પણ ઈશાન કિશન (૪૨ રન, ૨૩ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) સાથેની ૮૦ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરીને રોહિત શર્મા (૪૯ રન, ૨૭ બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) હાફ સેન્ચુરી ફક્ત એક રનથી ચૂકી ગયો અને અક્ષર પટેલના બૉલમાં કલીન બોલ્ડ થતાં નિરાશા સાથે પૅવિલિયનમાં પાછો ગયો ત્યાર પછી ટીમને ફરી સંગીન સ્થિતિમાં લાવવાની જવાબદારી વન-ડાઉન બૅટર સૂર્યાની હતી. જોકે તે નોર્કીયાના પહેલા બૉલ પર બીટ થયા પછી બીજા બૉલમાં સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડર જે. ફ્રેઝર મેકગર્કને તેણે કૅચ આપી દીધો હતો.
સૂર્યા મિડલ અને લેગ પરના લેન્ગથ બોલને મિડ-ઓન પરથી બાઉન્ડરી તરફ મોકલવાના પ્રયાસમાં હતો, પણ ટાઈમિંગના અભાવે કૅચ આપી બેઠો હતો.