
નવી દિલ્હીઃ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો બીજો એપિસોડ હવે OTT પ્લેટફોર્મ Netflix જોવા મળી રહ્યો છે. આ એપિસોડમાં ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને શ્રેયસ અય્યર કપિલ શર્મા સાથે મજાક, ધમાલ મસ્તી કરતા અને તેના સવાલોના જવાબ આપતા જોવા મળે છે. તેનો પ્રોમો પણ બહાર આવી ગયો છે, જેમાં રોહિત શર્માને સવાલ કરવામાં આવ્યો હતો કે તે કયા બે ખેલાડી સાથે ક્યારેય રૂમ શેર કરવા નહીં માગે. આ મામલે રોહિત પોતાનો જવાબ આપતા જોવા મળે છે. મસ્તી મજાકથી ભરપૂર આ પ્રોમો જોઇને લોકો પણ હસવાનું રોકી શક્યા નથી.
નેટફ્લિક્સ ઈન્ડિયા પર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો એક પ્રોમો રજૂ થયો છે, જેમાં કપિલ શર્મા તેના બે મહેમાનોને પૂછે છે, એવો કયો ખેલાડી છે જેની સાથે તમે ક્યારેય રૂમ શેર કરવા માંગતા નથી? આનો જવાબ આપતા રોહિત શર્મા બે ખએલાડીના નામ આપે છે. એક તો શિખર ધવન અને બીજો છે રિષભ પંત. જવાબ સાંભળીને કપિલ ઓકે કહે છે, ત્યારે શ્રેયસ કપિલના એ જ સવાલનું પુનરાવર્તન કરે છે અને પૂછે છે કે શું આ બંને ખેલાડી સાથે તે રૂમ શેર કરશે કે નહીં, જેનો જવાબ રોહિત શર્મા હાથ જોડીને ના માં આપે છે.
ક્લિપમાં રોહિત આગળ કહે છે કે ભાઇ, મને આવું કરવું ગમતું નથી. પ્લીઝ મને માફ કરશો. આ દરમિયાન રોહિત બંને હાથ જોડતો પણ જોઇ શકાય છે. તે આગળ કારણ જણાવતા કહે છે કે આ બંને જણ ખૂબ જ ગંદા છે. પ્રેક્ટિસ પરથી પાછા આવ્યા બાદ ગમે ત્યાં તેમના કપડાં ફેંકી દે છે. તેમનો રૂમ હંમેશા DND પર હોય છે કારણ કે તેઓ મોડે સુધી ઉઠતા નથી. રૂમ સાફ કરવા આવતા લોકો દરવાજો ખોલી ના નાખે એટલે તેમણે દરવાજા પર DND લગાવવું પડે છે.
ત્રણ-ચાર દિવસ સુધી રૂમ ગંદો જ રહે છે, જેનાથી તેની સાથે રહેવાવાળાને ઘણી તકલીફ પડે છે. તેથી હું તેમની સાથે રહી શકતો નથી. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો બીજો એપિસોડ Netflix પર બહાર આવ્યો છે, જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે અને શેર કરીને રમુજી ઇમોજીસ આપી રહ્યા છે.