IPL 2024સ્પોર્ટસ

IPL 2024 RCB vs RR: સદી ફટકારવા છતાં Virat Kohli ટ્રોલ થઇ રહ્યો છે, લોકો કેમ કહી રહ્યા છે સ્વાર્થી?

ગઈ કાલે શનિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં IPL 2024ની 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રોમાંચક મેચ જોવા મળ્યો હતો. RCBએ RR સામે પ્રથમ બેટિંગ કરતા 183 રન બનાવ્યા હતા, આ મેચમાં સૌની નજર વિરાટ કોહલી પર ટકેલી હતી, વિરાટે 72 બોલમાં 113 રનની અણનમ ઇનિંગ રમી, IPL કરિયરની 8મી સદી ફટકારી હતી. કોહલીએ 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જોકે તેમ છતાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને ‘સ્વાર્થી’ કહીને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે પણ X પર વિરાટ પર આડકતરી રીતે કટાક્ષ કરતી પોસ્ટ લખી છે.

184 રનનો પીછો કરવા મેદાન પર ઉતારેલા RRને બેટારોએ RCBને 6 વિકેટે કરામી હાર આપી હતી. રાજસ્થાનના જોશ બટલર અને સંજુ સેમસને શાનદાર ઇનિંગ્સ રમીને વિરાટ કોહલી સદી પર પાણી ફેરવી નાખ્યું હતું. IPL 2024માં RCBની આ સતત ત્રીજી હાર છે.

IPL 2024 ની પ્રથમ 18 મેચોમાંથી એક પણ ખેલાડી સદી ફટકારી શક્યો ન હતો. શનિવારે, કોહલી IPLની ચાલુ સીઝનની પ્રથમ સદી નોંધાવી હતી, આ સદી વિરાટની IPL કારકિર્દીની આઠમી સદી હતી. વિરાટે 67 બોલમાં સદી ફટકારી, જે IPLના ઈતિહાસમાં સૌથી ધીમી સદી તરીકે નોંધાઈ છે. 2008માં, મનીષ પાંડેએ ડેક્કન ચાર્જર્સ સામેની મેચ 67 બોલમાં સદી નોંધાવી હતી.

વિરાટને ધીમી ઈનિંગ્સ રમવા બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, રાજસ્થાન રોયલ્સ સામે તેણે લગભગ 157ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. વિરાટને ‘સ્વાર્થી’ કહેતા એક X યુઝરે એવો આરોપ લગાવ્યો કે વિરાટના કારણે ફાફ ડુ પ્લેસિસ પર દબાણ વધવા લાગ્યું હતું, જેના કારણે તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. ડુ પ્લેસિસ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, પરંતુ રાજસ્થાન સામે તેણે 33 બોલમાં 44 રન જ બનાવ્યા હતા.

https://twitter.com/retiredMIfans/status/1776646256108216676

વિરોધી ટીમ RRએ વિરાટ પર આડકતરી રીતે કટાક્ષ કરતા X પર લખ્યું કે “જ્યાં 200+ સ્કોર શક્ય હતો ત્યાં 184 રન સારા કહેવાય.”

https://twitter.com/rajasthanroyals/status/1776637841126146463

કોહલીને સ્વાર્થી એટલા માટે કહેવામાં આવી રહ્યો છે કારણ કે તેણે 90 થી 100 રન સુધી પહોંચવા માટે ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી.

એક તરફ કોહલીને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઘણા લોકો તેના સમર્થનમાં આવ્યા છે. એક તરફ કોહલીએ એકલા હાથે 72 બોલમાં 113 રન બનાવ્યા તો ટીમના બાકીના ખેલાડીઓએ 48 બોલમાં 59 રન બનાવ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button