છીછરા મનના મોટા માણસો?
ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ
કોઇપણ દેશના નાગરિકો જો તેના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ પ્રમાણિક છે તેમ ન માને તો કોને પ્રમાણિક માને?
ઉચ્ચ પદ પર બિરાજેલી વ્યક્તિ તેના દેશ અને પ્રજાજનો માટે પ્રમાણિક હોવી જોઇએ તે તો પાથમિક જરૂરિયાત છે પણ 21મી સદીમાં 18મી સદીના સિદ્ધાંતોની કયા જગ્યા છે! આવું જ એક ઉદાહરણ બ્રિકસ ક્નટ્રીઝના કે જેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે તેમાનો એક દેશ બ્રાઝિલમાં બનેલી ઘટના છે. બાય ધ વે આ બ્રિકસ ક્નટ્રીઝમાં ભારત જ એક એવો દેશ છે જે દુનિયામાં જીડીપી ગ્રોથમાં અવ્વલ નંબરે છે.
જૈર બોલસોનારો 1લી જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2022 સુધી બ્રાઝિલના પ્રમુખપદે હતા. આ 4 વર્ષના બોલસોનારોના શાસનમાં ના તો પ્રજા ખુશ હતી કે ના તો તેની કૅબિનેટ. બોલસોનારોના શાસન દરમિયાન તેણે બ્રાઝિલના રક્ષામંત્રીને બરખાસ્ત કરતા બ્રાઝિલના મિલિટરી ચીફ તેના પદેથી રિઝાઇન થયા હતા.
2019ના કોરોનાકાળમાં જયારે જગતમાં તમામ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિસ અને લોકડાઉનના નિયમોનું પાલન કરતાં હતા ત્યારે બોલસોનારોએ તેના હેલ્થ મિનિસ્ટરને જણાવ્યું કે બ્રાઝિલમાં કોરોનાની ખાસ કંઇ અસર નથી તેથી જલદી લોકડાઉન ખતમ કરીને ઇકોનોમિક એક્ટિવિટી ચાલુ કરી દેવામાં આવે આના પ્રતાપે બ્રાઝિલમાં કોરોના ફેલાતા સાત લાખ કોરોનાની ઝપેટમાં આવીને મૃત્યુ પામેલા હતા. અમેરિકામાં કોરોનામાં મૃત્યુ પામેલા 11 લાખ લોકો પછી વિશ્વમાં બીજા નંબરે
બ્રાઝિલ હતું.
પણ આ તો વાત થઇ બ્રાઝિલના પ્રમુખ બોલસોનારોની પોલિટિક્લ સ્ટાઇલની પણ તેનાથી પણ વધારે ગંભીર વાત તો એ છે કે….
જયારે કોરોનાકાળમાં કોઇપણ વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચપદે જેવા કે દેશના વડા પ્રધાન હોય કે પ્રમુખ હોય તેણે અમેરિકામાં એન્ટ્રી લેવી હોય તો ઇમિગ્રેશન કાઉન્ટર ઉપર તેનો કોરોના વૅક્સિનનો રેકોર્ડ બતાવવો જરૂરી હતો કે તેણે કોરોનાના વૅક્સિન લીધેલા છે.
બોલસોનારો તો માનતા જ હતા કે કોરોના જેવું કંઇ જ છે જ નહીં તેથી કોરોનાની રસી ક્યારેય લીધી નહોતી પણ તે જાણતા હતા કે અમેરિકા જવું હોય તો કોરોનાની વૅક્સિન લીધેલી છે તે સર્ટિફિકેટ બતાવવું જરૂરી છે તેથી જ્યારે બ્રાઝિલની ચૂંટણીમાં બોલસોનારોની હાર થઇ તેના પહેલા તેણે તેના સ્ટાફને રિઓડીજાનેરોમાં બાપ-દીકરીએ કોરોના વૅક્સિન લીધેલી છે તેવો રેકોર્ડ બનાવવાની સૂચના આપીને ફેક રેકોર્ડ બનાવેલો હતો કે તેણે કોરોના વૅક્સિન લીધેલ છે કારણ કે તેના વગર તેને અમેરિકામાં પ્રવેશ મળવો સંભવ નહોતો અને યુનોની એસેમ્બલીમાં તે કોરોના રેકોર્ડ વગર ભાગ પણ ના લઇ શકત. જયારે પ્રમુખ પોતે જ ફેક રેકોર્ડ બનાવે તો તેના મંત્રીમંડળના સભ્યો અને ઓફિસરો શું કામ પાછળ રહી જાય તેથી તેઓએ પણ ફેક રેકોર્ડ બનાવીને અમેરિકામાં એન્ટ્રી લીધી હતી પણ એક હોટેલમાં ડીનર લેવા જતા હોટેલના માલિકે કોરોના રેકોર્ડ નહીં સ્વીકારતા તેઓ રોડસાઇડ ઉપર પિત્ઝા ખાવા લાગ્યા અને તેના ફોટા સોશિયલ સાઇટમાં મૂકયા કે તેઓ કેવી સામાન્ય જિંદગી જીવે છે પણ આ ફોટા પ્રસિદ્ધ થયાના બીજા જ દિવસે તેઓ કોરોનાગ્રસ્ત થયા હતા.
અને હા બોલસોનારો અને તેની દીકરીએ કોરોનાનો જે ફેક રેકોર્ડ બનાવેલો તે દિવસોમાં તેઓ હકીકતમાં રિઓડીજાનેરોમાં હતાં જ નહીં!
2022મા સત્તાથી દૂર થયા પછી બાપ-દીકરી ફલોરિડામાં ડિઝનીલેન્ડ પાસે ત્રણ મહિના ઘર લઇને આ ફેક કોરોના રેકોર્ડ સાથે રહેલા હતા.
પણ હવે સત્તાથી દૂર થતા આ બધી હકીકતો બહાર આવતા બ્રાઝિલ પોલીસે કોરોનાના ખોટા રેકોર્ડ બનાવવા બદલ કેસ દાખલ કરવામાં આવેલ છે અને અમેરિકન સરકાર પાસેથી બોલસોનારોના કોરોનાનો રેકોર્ડ મંગાવેલ છે.
અમેરિકામાં ફેલાયેલા કોરોના માટે જેટલી અમેરિકન સરકાર જવાબદાર છે તેટલા જ આવા તત્ત્વો છે કે જેણે ફેક રેકોર્ડ બનાવીને અમેરિકામાં એન્ટ્રી લઇને કોરોના ફેલાવેલો હોય.
ઓબવીઅસલી બોલસોનારો આ તમામ આરોપ ફગાવી દે છે કે તેણે કોરોનાના ફેક રેકોર્ડ બનાવવામાં કોઇ ભૂમિકા ભજવેલ છે. પણ સાથોસાથ કોઇ એવિડન્સ પણ નથી બતાવી શકતા કે તેણે કોરોનાની વૅક્સિન લીધેલી છે. ઊલટાનું તે તો એમ કહેતા હતા કે કોરોના વૅક્સિન લેશે તો માણસ મગરમચ્છ થઇ જશે!!
આટલું જ નહીં પણ સાઉદી અરેબિયા તરફથી ભેટ સોગાદોમાં મળેલી કિંમતી ઘડિયાળો અને જવેલરી વેંચી કાઢવાના પણ તેના ઉપર આરોપો છે.
સત્તામાંથી બેદખલ થયા પછી તેઓ બ્રાઝિલમાં આવેલી હંગેરીયન એમ્બસીમાં બે દિવસ છુપાયેલા હતા અને નવી સરકારને ઉખાડી ફેંકવાના કાવાદાવા ઘડતા હતા. પણ આ હકીકતો લીક થતા હંગેરીયન એમ્બસીએ તેના ચાર બ્રાઝિલીયન સ્ટાફ મેમ્બર જે આમાં સામેલ હતા. તેને પાણીચુ આપી દીધેલ છે અને બ્રાઝિલીયન કોર્ટેએ 2030 સુધી બોલસોનારોને રાજકારણથી દૂર કર્યા છે તેથી તે 2026ની ચૂંટણીમાં ભાગ નહીં લઇ શકે.
કોરોનાકાળમાં બોલસોનારોએ માત્ર એક વખત નહીં પણ અનેકવાર અમેરિકાની મુલાકાત ફેક કોરોના રેકોર્ડ સાથે કરેલી છે. યુનોની એસેમ્બલીમાં એ એક માત્ર દેશના પ્રમુખ હતા કે જેણે હકીકતમાં કોરોનાની વૅક્સિન ના લીધેલી હોય તેના આ કૃત્ય અને બ્રાઝિલની પ્રજાને શરૂઆતના સમયમાં વૅક્સિનથી વંચિત કરવામાં અને સમય કરતા વહેલું લોકડાઉન ખોલી નાખતા દેશદ્રોહનો ફોજદારી કેસ ચલાવવાની હિલચાલ ચાલી રહેલ છે.
ઇમર્જિંગ ઇકોનોમીના કહેવાતા બ્રિકસ દેશોની હાલત એવી છે કે રશિયન ઇકોનોમી તો યુક્રેન યુદ્ધના કારણે ખાડે ગઇ છે. બ્રાઝિલની હકીકત તો આપણે જાણી, ચીન તો ખાડે જઇ રહ્યું છે અને દુનિયાભરમાં ચીનની નીતિઓ અને પ્રોડકટ્સનો અસ્વિકાર થઇ રહ્યો છે અને સાઉથ આફ્રિકા માટે તો જેટલું કહીએ તેટલું ઓછું છે.
સાઉથ આફ્રિકાએ તો ઓફિશિયલી સ્વીકારેલ છે કે તેના દેશમાં મોટા શહેરોમાં પીવાલાયક પાણીની અછત છે. બ્રિકસમાં બાકી રહેલ દેશ છે ભારત છે. અત્યાર ફૂલબહાર તેજીમાં છે અને જગતમાં શ્રેષ્ઠ ઇકોનોમી, શ્રેષ્ઠ સલામત દેશ, શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ અને શ્રેષ્ઠ લોકશાહી ધરાવતો દેશ છે. આપણી બધાની જવાબદારી છે કે આ શ્રેષ્ઠતાને આપણે આવતા 25 વર્ષ ચાલુ રાખીએ કારણ કે `એવરી ગુડ સિટીઝન એડસ ટુ ધ સ્ટે્રન્થ ઓફ અ નેશન.’