નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કોંગ્રેસના નેતા જયરામ રમેશનો દાવો, 2004ની જેમ આ વખતે પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે

દેશમાં લોકસભા ચૂંટણીને લઈ પ્રયાર અભિયાન તેજ બન્યું છે, તમામ રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાને નિશાન બનાવી આકરા પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના કેટલાક નેતાઓ દ્વારા બંધારણ બદલવા અંગેના નિવેદનો પર કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આકરા પ્રહારો કર્યા હતા.

જયરામ રમેશે બંધારણ બદલવાને લઈને ભાજપના નેતાઓના નિવેદનો પર કહ્યું કે આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે પહેલા ભાજપના નેતા વિપ્લવ દેબ આ અંગે નિવેદન આપે છે.

આ પણ વાંચો: ખડગેની જીભ લપસી જતા ‘મોદી-શાહના ગેમ પ્લાન’નો પર્દાફાશ થયો! જયરામ રમેશનો ભાજપ પર પલટવાર

આ પછી કર્ણાટકના ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું નિવેદન આવે છે અને પછી આવું જ જ્યોતિ મિર્ધા દ્વારા આપવામાં આવે છે. તેમણે કહ્યું કે આ બધા પ્રધાન મંત્રી મોદીની કઠપૂતળી છે. પીએમ નરેન્દ્ર મોદી, આવી બધી બાબતોમાં માસ્ટર હોવાને કારણે આવું બધું કરાવી રહ્યા છે.

કોંગ્રેસ નેતાએ પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ બાબા સાહેબનું બંધારણ બદલવા માંગે છે. બાબા સાહેબ બીઆર આંબેડકરના બંધારણમાં ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાયની વાત છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદી તેને બદલવા અને આરએસએસની વિચારધારા પર આધારિત બંધારણ લાવવા માટે ભાજપ માટે 370 અને એનડીએની 400 બેઠકો ઈચ્છે છે.

આ પણ વાંચો: વકીલોના પત્ર મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ પર તાક્યું નિશાન, જયરામ રમેશે કરી ટીકા

જયરામ રમેશે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભીષ્મ પિતામહ ગણાવતા 2004ના ઈન્ડિયા શાઈનિંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તે સમયે (2004) અમે (કોંગ્રેસ) રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવી હતી, પરંતુ 2004માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી અને 20 વર્ષ પછી એ જ ઈતિહાસનું પુનરાવર્તન થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button